ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું અત્યંત કંગાળ નબળું કહી શકાય એવુ શરમજનક 36.99% પરિણામ.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું નર્મદા જિલ્લાનું અત્યંત કંગાળ નબળું કહી શકાય એવુ શરમજનક 36.99% પરિણામ.

ડેડીયાપાડા કેન્દ્રનું 35.37% અને
રાજપીપલા કેન્દ્રનું પરિણામ 37.97% આવ્યું

બિનઅનુભવી અને ઇન્ચાર્જ આચાર્યો શાળા ચલાવે છે.જેને કારણે પરિણામો નીચા આવે છે.!

રાજપીપલા,તા 2

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ- 23માં લેવાયેલ
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું નર્મદા જિલ્લાનું પરિણામ અત્યંત કંગાળ નબળું કહી શકાય એવુ શરમજનક 36.99%આવ્યું છે.930 વિધાર્થીઓ પૈકી 590વિધાર્થીઓ નાપાસ થયાં છે.
જેમાં નર્મદાનાં બે પરીક્ષા કેન્દ્રો પૈકી ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 35.37%અને શહેરી વિસ્તાર રાજપીપલા કેન્દ્રનું પરિણામ 37.97%આવ્યું છે જે ખૂબ જ શરમજનક કહી શકાય એવુ નબળું પરિણામ જાહેર થતા વાલી વિદ્યાર્થીઓ અને શાળા વર્તુળમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે.
નર્મદા જિલ્લામાં કોણ 930 વિદ્યાર્થીઓ બેઠા હતા.તેમાં A1અને A2ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી. તો B1 ગ્રેડમાં 05, B2 માં 17 C 1માં 52, D ગ્રેડમાં 91,E ગ્રેડમાં 7આવ્યા છે. જયારે 590વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે.

જયારે રાજપીપલા કેન્દ્રમાં 582 પૈકી 221પાસ અને 364નાપાસ થતાં રાજપીપલા કેન્દ્રનું પરિણામ 37.97%આવ્યું છે. જયારે ડેડીયાપાડા કેન્દ્રમાં 328 પૈકી 116 પાસ થયાં જયારે 213વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 35.37%આવ્યું છે.

ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનાં નબળા પરિણામો ચિંતાનો વિષય છે.ધોરણ 12વિજ્ઞાન પ્રવાહની શાળાઓ માં અધ્યતન લેબોરેટરી, ક્વોલિફાઇડ શિક્ષકો હોવા છતાં નબળા પરિણામમાટે શાળાનાં શિક્ષકો અને આચાર્યો ચોક્કસ જવાબદાર કહેવાય. કેટલીક શાળામાંજુનિયર શિક્ષકો ઇન્ચાર્જ આચાર્યો શાળા ચલાવે છે.જેને કારણે પણ પરિણામો નીચા આવે છે.સરકાર બે વર્ષથી વધુ સમય ઇન્ચાર્જ આચાર્ય રાખી ન શકાય તેમ હોવા છતાં સરકાર રેગ્યુલર આચાર્યોની ભરતી નથી કરતી. સરકાર Htat પાસ કરનારા આચાર્યોની સત્વરે નિમણુંક કરેએ પણ જરૂરી છે.તો બીજી તરફ રાજપીપલામાં ખાનગી ટ્યુશન ક્લાસીસનો રાફડો ફાટ્યો છે તગડી ફી લેતા ટ્યુશન ક્લાસીસ વાળા પણ કશું ઉકાળી શક્યા નથી.63%વિદ્યાર્થીઓ નાપાસ થાય. ત્યારે ડોક્ટર ઈજનેર બનવાનાં સ્વપ્ના જોતા વિદ્યાર્થીઓની કારકિર્દી પર પ્રશ્નાર્થ વાગી જાય છે. આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ એટલા જ જવાબદાર ઇન્સ્પેકશનનાં તાયફા ભજવતી ડિઇઓ કચેરી શાળા નબળા પરિણામો નું મોનિટરીગ અપડેટ કેમ નથી કરતી. એસપીરેશન ડીસ્ટ્રીક નર્મદામાં સરકારે શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોવા છતાં પરિણામ શૂન્ય આવે ત્યારે સરકારનાં નાણાંનો સદઉપયોગ થતો નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ નબળા પરિણામ વાળી શાળાઓ પ્રત્યે વધુ ધ્યાન આપી કડક પગલાં લેવાની પણ જરૂર છે. આવા 30%થી ઓછા પરિણામોને કારણે શાળાઓને ગ્રાન્ટ કટ અને વર્ગો બંધ થવાની લટકતી તલવાર અને શિક્ષકો ફાજલ થાય એ પણ ચિંતાનો વિષય છે ત્યારે
જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્ય અને વિજ્ઞાન શિક્ષકોએ સહિયારાં પ્રયાસો કરી પરિણામ સુધારવાનો સમય આવી ગયો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *