*ગુજરાત સ્થાપના દિવસ* *૧૩૪_ગૌરવ_શાળી_ગુજરાતી_૨૦૨૩* ને *ગૌરવ_પત્ર* આપી ને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં જી.સી.એસ. હોસ્પિટલ(ચામુંડા બ્રીજ પાસે, નરોડા રોડ અમદાવાદ)માં ફરજ બજાવતા *શ્રી સરફરાઝ મનસુરીજીને* *ગૌરવ પત્ર* આપી સન્માનિત કરવામાં આવ્યાં. જેમાં સાથે *હર્ષભાઈ પટેલ, આકાશભાઈ પરમાર અને શ્રેય પરમાર* ઉપસ્થિત રહ્યા હતાં.
સરફરાઝ મનસુરી છેલ્લા 11 વર્ષથી પરોપકારની ભાવના સાથે આર્થિક સક્ષમ ના હોય તેવા દર્દીઓને મદદરૂપ થતા હોય છે અને વિવિધ ટ્રસ્ટ દ્વારા પણ સેવાભાવી પ્રવુતિઓની સાથે સાથે *વ્યસન મુક્તિ અભિયાન* પણ ચલાવે છે અને યુવાધનને હંમેશાં નશાથી દુર રહેવાની સલાહ આપતાં હોય છે તેમજ કોઈને વ્યસન છોડવું હોય તો વિનામૂલ્યે કેમ્પ કરી જરૂરી માર્ગદર્શન પણ આપતા હોય છે.
સરફરાઝ મનસુરી (મેડિકલ કેમ્પ, બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ- *જી.સી.એસ. હોસ્પિટલ* તેમજ *ઉમંગ સેવા ટ્રસ્ટ* દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સહાય) સાથે સાથે ઉત્તમ સમાજસેવક છે અને
સરફરાઝભાઈને વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના છેલ્લા એક વર્ષથી ચાલતા કાર્યો વિશે માહિતગાર કર્યા અને ભવિષ્યમાં ગુજરાતના છેવાડાના ગામડા સુધી વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ પહોંચી દરેક ને મદદરૂપ થશે તે વિશે ચર્ચા કરી હતી
સરફરાઝભાઈએ આરોગ્ય ક્ષેત્રમાં *જી.સી.એસ. હોસ્પિટલ* તેમજ અન્ય વિસ્તારમાં *વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગને* ગમે ત્યારે જરૂર પડે ત્યારે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
આજના દિવસે ગુજરાતભરમાંથી સફાઈ કર્મચારી થી શરૂ કરી ને આઈ.એ.એસ / આઈ.પી.એસ કક્ષા ની જુદી જુદી કેટેગરીના *૧૩૪ જેટલા ગુજરાતીઓનું* સન્માન સંસ્થાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ છે.
8 thoughts on “ગુજરાત સ્થાપના દિવસ નિમિતે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા ગૌરવ શાળી ગુજરાતી – 23 અંતર્ગત સરફરાઝ મન્સુરી ને ગૌરવ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.”