પવિત્ર શ્રાવણ માસ કાવડ યાત્રા
શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવભક્તો કાવડ યાત્રાએ નીકળી ગયા છે. 04 જુલાઇ 2023 થી શરું થયેલ કાવડ યાત્રા માં આ વખતે મોટા પ્રમાણ માં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે . કાવડ યાત્રા દ્વારા લાવેલ પવિત્ર જળ આ વર્ષે 15 જુલાઈ 2023 ના દિવસે પ્રથમ વાર જલાભિષેક કરવા માં આવેલ. જળ માસિક શિવ રાત્રિ ના દિવસે મહાદેવજી ને ચડાવવામાં આવે છે. જે આ વર્ષ એટલે કે 2023 માં 15 જુલાઇ 2023 ના દિવસે હતી. ત્યાર બાદ બીજી માસિક શિવરાત્રી 14 ઓગસ્ત 2023 ના રોજ છે. કાવડ યાત્રા માં મહાદેવજી ને ચડાવવા માટે જળ પવિત્ર ગંગા નદી માંથી લાવા માં આવે છે . કાવડ યાત્રા શું છે ? કેટલા પ્રકાર ની છે , અને શું મહત્વ છે જાણીએ આજે .
કાવડ યાત્રા શું છે ?
કાવડ એટલે એક લાકડી અથવા વાંશ ના બને છેડે ઝોની બનાવી તેમાં માટલી મૂકી તેને ખભે રાખવી . ત્યારબાદ આ કાવડ ને લઈ ભક્તો પવિત્ર ગંગા નદી માંથી જળ ભરી ભગવાન શિવજી ઉપર અભિષેક કરે છે. જેને કાવડ યાત્રા કહેવામાં આવે છે. જે રીતે શ્રવણ કુમાર એ પોતાના અંધ માતા-પિતા ને કાવડ માં બેસાડી યાત્રા કરાવી હતી તેજ રીતે સૌ પ્રથમ શ્રી પરશૂરામજી એ ભગવાન મહાદેવજી ને પ્રસન્ન કરવા કાવડ યાત્રા કરી હતી . શ્રી પરશુરામજી ઉત્તરપ્રદેશમાં બાગપત જીલ્લામાં પુરા મહાદેવ શિવલિંગની નિત્ય પૂજા કરતા. શ્રાવણ માસના દર સોમવારે ગઢમુક્તેશ્વરથી કાવડમાં જળ ભરીને આ પુરાતન શિવ મંદિરના શિવલિંગ પર અભિષેક કરતા હતા. આ યાત્રાસ્થાનનું હાલનું નામ વ્રજઘાટ છે. કાવડ યાત્રા શિવ આરધાન નું ઍક વિશાળ સ્વરૂપ છે જેમાં ભક્તો મન મૂકી ને મહાદેવજી નું ભજન કરે છે અને યાત્રા કરી જળ લાવી મહાદેવજી નો અભિષેક કરે છે.
કાવડ યાત્રા ના પ્રકાર.
કાવડ યાત્રાનો ઈતિહાસ જાણ્યા પછી એ પણ જાણીએ કે તેના કેટલા પ્રકાર છે.
સામાન્ય કાવડ : સામાન્ય કાવડ યાત્રામાં કાવડિયા જ્યાં ઈચ્છે ત્યાં આરામ કરી શકે છે. સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો આવા કાવડિયાઓ માટે મંડપ લગાવે છે. ભોજન અને આરામ કર્યા પછી, કાવડિયાઓ ફરી તેમની યાત્રા શરૂ કરે છે. આરામ કરતી વખતે, કાવડને સ્ટેન્ડ પર રાખવામાં આવે છે જેથી તે જમીનને સ્પર્શ ન કરે.
દંડવત કાવડ યાત્રાઃ આ યાત્રામાં કાવડિયાઓ તેમની મનોકામના પૂર્ણ કરવા દંડવત કરતાં કરતાં ગંગા નદી માંથી કાવડ લઈને જાય છે. આ યાત્રા પૂર્ણ કરવા માટે મહિના ઉપર નો સમય લાગી જાય છે. આ દરમિયાન શિવભક્તો શિવાલયમાં જ સીધા પહોંચે છે અને તેમની માટે ખાસ વ્યવસ્થા થી સીધા શિવલિંગ પર ગંગા જળ ચઢાવે છે.
ડાક કાવડ યાત્રાઃ આ યાત્રા ખૂબ જ મુશ્કેલ હોય છે, આમાં ભક્તો કાવડને સતત લઈ જતા રહે છે અને જ્યાં સુધી તેઓ શિવલિંગને ગંગાના જળથી અભિષેક ન કરે ત્યાં સુધી રોકાતા નથી. એક પછી એક કાવડિયા દોડતા જાય છે અને એકબીજા ના ખભા ઉપર કાવડ આપ તા જાય છે , પરંતુ ખાસ ધ્યાન રાખવા માં આવે છે કાવડ જમીન ને સ્પર્શ ના કરે. આ યાત્રા માટે એક નિર્ધારિત સમય નક્કી કરી યાત્રા પૂરી કરવા માં આવે છે.
ઝાંખી કાવડ: કેટલાક શિવ ભક્તો ઝાંખી મૂકીને કાવડની યાત્રા કરે છે. આવા કાવડિયાઓ 50 થી 200 કિલો સુધીના કાવડને વહન કરે છે. આ ઝાંખીઓમાં શિવલિંગ બનાવવાની સાથે તેને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. આમાં બાળકોને શિવ બનાવીને એક ઝાંખી તૈયાર કરવામાં આવે છે.
કાવડ યાત્રા નું મહત્વ.
શ્રાવણ માં મહાદેવના આશીર્વાદ મેળવવા માટે પૂજા, ઉપવાસ, ઉપાય, જલાભિષેક, રૂદ્રાભિષેક વગેરે કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથ શ્રાવણ માં ખુબ પ્રસન્ન થાય છે.શ્રાવણ સોમવારની સાથે સાથે કાવડ યાત્રાનું પણ વિશેષ મહત્વ છે. કાવડ યાત્રા એ વાર્ષિક તીર્થયાત્રા છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન માંથી નીકળેલ હળાહળ ઝેર જ્યારે મહાદેવજી એ પીધું હતું, ત્યારે તેમના ગાળા માં થતી બળતરા ને ઓછી કરવા માટે ભગવાન શિવના ભક્ત રાવણે ગંગાના જળથી અભિષેક કર્યો હતો. રાવણે કાવડમાં પાણી ભરીને બાગપત સ્થિત પુરા મહાદેવમાં ભગવાન શિવનો જલાભિષેક કર્યો હતો. ત્યારથી કાવડ યાત્રાની પ્રથા શરૂ થઈ.
નોંધ :- આ લેખ માં આપેલી સપૂર્ણ માહિતી ના ચોકસાઇ ની ખાતરી આપવાં માં આવતી નથી . અહિયાં આપેલી સપૂર્ણ માહિતી અલગ અલગ મધ્યમ , જ્યોતિષી ઑ , સાસ્તરો માંથી અકત્રિત કરી તમારા સુધી પહોચાડવા માં આવેલ છે . તેજ ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.