તું સાથે હોય તો બધુંય ભૂલી જાઉં આયા બહાર નીકળી ને તો જો. તારા સાથ વગર બધું સુનું લાગે છે આયા બહાર નીકળી ને તો જો. *કવિ- જયેશ પલિયડ* Posted on August 2, 2024August 2, 2024 by Tej Gujarati *મોસમ તારી યાદની* આ મોસમ કેવી મસ્ત જામી છે જરા બહાર નીકળી ને તો જો. તારા ઇન્તજારમાં આખો ભીંજાઈ ગયો બહાર નીકળી ને તો જો. ક્યાંક વીજળી ચમકારા કરે કેવી મસ્ત બહાર નીકળી ને તો જો. રાત અંધારી જામી વરહાદમાં કેવી લાગે બહાર નીકળી ને તો જો મન તારામાં આખે આખું તરબોળ થોડું બહાર નીકળી ને તો જો ઝરમર ઝરમર કેવા મેહુલિયો આ વરહે બહાર નીકળી ને તો જો. રાધા કૃષ્ણ જો જાણે રાસ રમે આજ બહાર નીકળી ને તો જો હૈયું હિલ્લોળે ચડ્યું છે વરહાદમાં થોડું બહાર નીકળી ને તો જો. તું જ રાધા ને તું જ વાંહડીનો સુર મારો બહાર નીકળી ને તો જો. આ અષાઢી જામ્યો માહોલ કેવો મસ્ત બહાર નીકળી ને તો જો. તું જ મારી આકાંક્ષા તું જ મારી પ્રીત બહાર નીકળી ને તો જો. તારા ઇન્તજારમાં આખો ભીંજાઈ ગયો બહાર નીકળી ને તો જો. તારેય ભીંજાવું હોય તો આવી જા વ્હાલી બહાર નીકળી ને તો જો. તારા વગર આ ફોરાય કોરાય લાગે મને બહાર નીકળી ને તો જો. તું સાથે હોય તો બધુંય ભૂલી જાઉં આયા બહાર નીકળી ને તો જો. તારા સાથ વગર બધું સુનું લાગે છે આયા બહાર નીકળી ને તો જો. *કવિ- જયેશ પલિયડ* 01/08/24.00:00
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર હવે ચર્ચના પાદરીએ યમુના નદી સ્વચ્છ રાખવાની અપીલ કરી. Tej Gujarati May 7, 2023 0 દિલ્હીમાં યમુના નદીને સ્વચ્છ રાખવાના પ્રયાસો સતત ચાલુ છે. હવે નદીમાં ધાર્મિક કચરો ફેંકવાનું બંધ […]
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર आज का राशिफल Tej Gujarati April 26, 2023 0 *⚜️ आज का राशिफल, 26 अप्रैल 2023 , बुधवार* 📜📜📜📜📜📜📜📜📜📜📜 मेष🐐 (चू, चे, चो, ला, […]
All ગુજરાત ભારત સમાચાર ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ત્રણ નેતાઓએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં તું ચલ મેં આયાની સ્થિતી જોવા મળી. Tej Gujarati March 4, 2024 0 ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ત્રણ નેતાઓએ રાજીનામાં ધરી દેતા […]