ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ, કોલેજ મેગેઝીન ‘ઉર્જા’નું વિમોચન તથા ફાઈનલ ઈયરના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોવીંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતી પ્રતાપસિંહ ચૌહાણ તથા જીએલએસના એકઝીકયુટીવ ડાયરેક્ટર ચાંદની કાપડીયા ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમ્યાન કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી રેન્ક મેળવ્યો હોય, નેશનલ કક્ષાએ સાંસ્કૃતિક,સ્પોર્ટ્સ, એનએસએસ તથા એનસીસીમાં ઉચ્ચ સ્થાન મેળવ્યુ હોય તેવા વિદ્યાર્થીઓને મેડલ્સ અને સર્ટીફીકેટ આપી સન્માનીત કર્યા હતા.આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આશિર્વચન આપી વિદ્યાર્થીઓની સિધ્ધિઓને બીરદાવી હતી.પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને લક્ષ નક્કી કરીને પુરૂષાર્થથી પ્રગતી કરવાની ટીપ્સ આપી હતી. ડો.ચાંદની કાપડીયાએ કહ્યું હતુ કે હીમાલય ચડવા માટેનું પ્રથમ પગથીયુ હંમેશા કઠીન હોય છે પરંતુ સાતત્યતા, આત્મવિશ્વાસ, ધગશ તથા સ્માર્ટ પ્લાનીંગ થી જીવનમાં સફળતા મેળવી શકાય છે.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વર્ષ દરમ્યાન કરેલી પ્રવૃત્તિઓ, સિધ્ધિઓ તથા જીએલએસ મેનેજમેન્ટના સહકારની વાત કરી હતી . કોલેજ મેગેઝીન ‘ઉર્જા’ના વિમોચન પ્રસંગે મહેમાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારા તથા આભાર વિધિ પ્રા. અનુરાધા પાગેદરે કર્યું હતુ. આ સમારોહમાં વિવધ સંસ્થાઓના આચાર્યો, અધ્યાપકો તથા કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો.