લોકસભા ચૂંટણી v/s કોવિશિલ્ડ રસી આડઅસર ટૂલકિટ મતલબ… “બુદ્ધિનું રાહુલ ગાંધીકરણ”

વિશ્વની સૌથી મોટી લોકશાહી ચૂંટણી ભારતમાં થઈ રહી છે.. અને અમેરિકા, ચીન સહિત ઘણાં દેશો ની આંખ માં મોદી સરકાર ખૂંચે છે. એમનો ધ્યેય છે – મોદી હટાવો, એટલે
આ દિવસો માં વિદેશી મીડિયામાંથી એક સમાચાર વહેતા કરવામાં આવે છે કે “કોવિશિલ્ડ” રસી લેનારા લોકો લોહીના ગંઠાવા અને હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે.
પરંતું આવી આડઅસર જૂજ કિસ્સાઓમાં કરોડોમાંથી એક કે બે લોકોમાં જોવા મળી છે.
કોવિશિલ્ડ બનાવતી કંપનીએ કોર્ટમાં આ જ વાત કહી છે.

પરંતુ ભારતમાં રહેતા રાષ્ટ્ર વિરોધી સ્વભાવના લોકો આ સમાચારને એવી રીતે પ્રચાર કરી રહ્યા છે કે કોવિશિલ્ડ લેનાર દરેક વ્યક્તિ નું હાર્ટ એટેકથી મરણ થઇ રહ્યું છે.
લાલચુ આંતરરાષ્ટ્રીય ફાર્મા લોબી/ CABAL/ જિનપિંગ/ DEEP STATE/ અમેરિકા દ્વારા ઊભા કરાયેલા આ નેરેટિવ ને કોંગ્રેસ મોદી સરકાર સાથે જોડીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

સામાન્ય સમજ ની વાત છે..
જો રસી ખરાબ છે; લોકો આ લેવાથી મરી રહ્યા છે, તો અત્યાર સુધીમાં અડધી દુનિયા હાર્ટ એટેકથી ખતમ થઇ ગઈ હોય.

એકલા ભારતમાં 250 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા કરોડ લોકો બ્લડ ક્લોટ કે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા ?

દરેક દવાની આડઅસરો હોય છે, સામાન્ય તાવ અને ઉધરસની દવાઓ પણ,
પરંતુ આ વેક્સિન થી થતી આડઅસર અત્યંત દુર્લભ છે.
કફ સિરપ… શું તમે જાણો છો કે સામાન્ય કફ સિરપની કેટલી આડઅસર છે થઇ શકે છે ?
-મૂંઝવણ.
– વધુ પડતો પરસેવો.
– ઉબકા અને ઉલટી, પેટમાં દુખાવો.
– અનિયમિત ધબકારા અને હાઈ બ્લડ પ્રેશર.
– બેચેની.
– શુષ્ક, ખંજવાળવાળી ત્વચા અને ચહેરાની લાલાશ.

પરંતુ શું તમે ક્યારેય આ આડઅસરોનો અનુભવ કર્યો છે ??
મોટા ભાગના કિસ્સાઓમાં આમ તમે નહીં અનુભવ્યું હોય

કોવિશિલ્ડમાં જે આડઅસર નોંધાઈ રહી છે તે જૂજ કેટેગરીની છે.

એસ્ટ્રોજેનિકાએ 2021માં જ તેના સંશોધન પેપરમાં જણાવ્યું હતું કે થ્રોમ્બોસિસ ખૂબ જ દુર્લભ આડઅસર હોઈ શકે છે. પાછળથી જાણવા મળ્યું કે તે 10 લાખ લોકોમાંથી એક વ્યક્તિને થઈ શકે છે. હવે, જો કોઈને થ્રોમ્બોસિસ થાય છે, તો તેનાથી મૃત્યુ થવાની સંભાવના માત્ર 1% છે. એટલે કે જો આ રસી 10 કરોડ લોકોને આપવામાં આવશે તો એક વ્યક્તિના મૃત્યુની શક્યતા છે. જ્યારે કોરોનાથી મૃત્યુની સંભાવના 2-3% હતી એટલે કે 100 માંથી 2-3 લોકો.
હવે વધુ મહત્વની વાત એ છે કે કોરોનાના કારણે જે મૃત્યુ થયા છે તેમાંના ઘણા થ્રોમ્બોસિસના કારણે થયા છે. તેથી, દસ કરોડમાંથી એક ઘટના બનવાની સંભાવના હોય તેવી ઘટનાથી ડરી ને હાલ ઊભી કરેલી TOOLKIT નો હિસ્સો બનવું એ “બુદ્ધિનું રાહુલ ગાંધીકરણ” છે.

કોવિશિલ્ડની અસરકારકતા પાછળથી લગભગ 90% સાબિત થઈ.
તેથી, આંધળા વિરોધમાં, માનવતાની આટલી સારી સેવા કરી હોય તેવી વસ્તુનો વિરોધ કરવો એ શરમજનક છે.

ફાઈઝરના પ્રાથમિક mRNA ઈન્જેક્શન “અસ્થાયી રૂપે” વીર્યની સાંદ્રતા અને કુલ ગતિશીલતામાં ઘટાડો કરે છે.
(અભ્યાસના અવકાશમાં વધારાના “બૂસ્ટર” ઇન્જેક્શનની અસરોનો સમાવેશ થતો નથી.)

યાદ રાખજો કે, દિવસના અંતે વાત માત્ર “વ્યવસાય” ની છે

ફાર્મા લોબી
એ સમય જો તમને યાદ હોય…
* ફાઈઝર $100 મિલિયનથી વધુના ખર્ચે ઓસ્કરને સ્પોન્સર કરે છે.

* Pfizer પણ ટૂંક સમયમાં તેની એલોપેસીયા દવા લોન્ચ કરવા માટે તૈયાર છે.

* ઓસ્કરમાં, વિલ સ્મિથે નાટકીય રીતે ક્રિસ રોકને તેના એલોપેસીયા-પ્રેરિત વાળ ખરવા બદલ તેની પત્ની જાડાનું અપમાન કરવા બદલ થપ્પડ મારી.

* 100 મિલિયન ખર્ચ અને દુનિયા તેના વિશે ચર્ચા કરી રહી છે
આ જ ફાઈઝરે ભારતમાં તેની બિનપરીક્ષણ રસી આગળ ધપાવવા અને બહોળું ભારતીય બજાર ખરીદવા .. અબજો રૂપિયા નો વેપાર રળી ખાવા માટે ભારતીય લેખકો અને પપ્પુને ખરીદ્યા પરંતુ મોદી દિવાલની જેમ ઉભા રહ્યા અને દેશને બચાવ્યો.

યુ.એસ.ના નિયમનકારોએ “દુર્લભ પરંતુ ગંભીર” રક્ત ગંઠાઈ જવાના જોખમ પર જ્હોન્સન એન્ડ જ્હોન્સનની કોવિડ રસી કોણ મેળવી શકે તે માટે ત્યારે સખત રીતે મર્યાદિત ધોરણ અપનાવેલું
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે શોટ ફક્ત તે જ લોકોને આપવો જોઈએ જેઓ તેની વિનંતી કરે છે અથવા અન્ય રસી મેળવી શકતા નથી.

ભારતમાં એવા લોકો હતા જેઓ સીધા J&J રસીની આયાતની હિમાયત કરી રહ્યા હતા પરંતુ મોદી સરકારે મંજૂરી આપી ન હતી.

ચીનના નેશનલ હેલ્થ કમિશન દસ્તાવેજ રેકોર્ડ પ્રમાણે
ચાઇનીઝ કોવિડ -19 રસીઓ લ્યુકેમિયાનું કારણ બને છે,

હવે શું તમે ભારતમાં આ રસીઓની મંજૂરી ન આપવા બદલ મોદીજીનો આભાર નહીં માનો ?

તમે સમજી શકો છો કે શા માટે મોદી સરકારે ભારતમાં Pfizer રસીની મંજૂરી ન આપી અને સ્થાનિક પરીક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.

નિશ્ચિંત રહો, ગભરાવાનું કોઇ કારણ નથી.
ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરનારાઓ અને કોંગ્રેસીઓ દ્વારા આ માત્ર કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે.
અને
4 જૂન પછી મહાદેવનો આભાર માનજો કેમ કે
વિપક્ષો દ્વારા આ ઊભો કરાયેલો બિનજરૂરી મુદ્દો આપોઆપ અલોપ થઈ જશે.

3 thoughts on “લોકસભા ચૂંટણી v/s કોવિશિલ્ડ રસી આડઅસર ટૂલકિટ મતલબ… “બુદ્ધિનું રાહુલ ગાંધીકરણ”

  1. https://www.wpsue.com WPS Office: 一站式办公服务平台: 新升级,无广告,AI办公更高效. 立即下载. 登录使用. WPS 365: 面向组织和企业的WPS 365: 一站式AI办公,生产力即刻起飞. 了解更多. 咨询,记忆体占用低,体积轻运行快. 将文字、表格、演示、PDF等融合为一个组件。

  2. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *