રાષ્ટ્રીય મહાવિદ્યાલય આચાર્ય મહામંડળના પ્રમુખ તથા એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલે અમદાવાદની પ્રતિષ્ઠિત જીએલએસ યુનિવર્સિટીને યુજીસીના નેક બેંગલોર દ્વારા થયેલ મૂલ્યાંકનમાં 3.44 CGPA સાથે A+ ગ્રેડ મેળવ્યા બદલ જીએલએસ યુનિ.ના પ્રેસીડેન્ટ સુધીર નાણાવટીનું અભિવાદન કર્યું હતુ. શ્રી નાણાવટીએ કહ્યું હતુ કે આ સિધ્ધી મેળવવા પાછળ ટીમવર્ક, રીસર્ચ, સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સની સિધ્ધિઓ ,એકેડેમીક એકસલન્સ, અદ્યતન ઇન્ફ્રાસ્ટક્ચર્સ તથા પરદેશની સંસ્થાઓ સાથેના એમઓયુ હોવા જરૂરી છે.માત્ર દસ વર્ષથી શરૂ થયેલી જીએલએસ યુનિવર્સિટીને મળેલી આ સિધ્ધીને બિરદાવતા પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ગુજરાત લો સોસાયટીની પ્રતિષ્ઠા, વિશ્વાસ, સેવા તથા સાતત્યથી સમાજમાં છેલ્લા ૯૮ વર્ષથી શિક્ષણ આપે છે જે અસાધારણ ઘટના છે. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ચાંદની કાપડીયા, પ્રોવોસ્ટ ધર્મેશ શાહ, રજીસ્ટ્રાર ધ્રુવ બ્રહ્મભટ્ટ તથા સીએફઓ શશાંક શાહે યુનિવર્સિટીના ડાયરેક્ટર્સ, ડીન્સ, અધ્યાપકો તથા વહિવટી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Related Posts
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર
- Tej Gujarati
- October 19, 2023
- 0
આજ ના દિવસે 20 ઓક્ટોબર 1962 માં ચાલુ થયું હતું ભારત – ચીન યુદ્ધ
- Tej Gujarati
- October 19, 2023
- 0