અધિક માસમાં કુમકુમ મંદિર દ્વારા london મા કથા નો પ્રારંભ થયો.

અધિક માસમાં કુમકુમ મંદિર દ્વારા london મા કથા નો પ્રારંભ થયો.

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ – london યુકે ખાતે
અધિક પુરુષોત્તમ માસમાં વચનામૃત ગ્રંથની પારાયણ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નિત્ય સાંજે 7:00 થી 09:00 વાગ્યા સુધી સંધ્યા આરતી , પ્રાર્થના કરવામાં આવે છે. આ કથામૃતનું પાન શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવે છે.
દેશ વિદેશના ભક્તોને કથામૃત નો લાભ મળે તે માટે આ કથાનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ મંદિર કુમકુમ youtube પર કરવામાં આવે છે.
કથામૃતમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવા માટે ભગવાનને પ્રાધાન્ય આપવું જોઈએ. શાશ્વત સુખને પામવા માટે નિત્ય ભગવાન દર્શન , ધ્યાન ,મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ.
સદાચાર મય જીવન જીવવાથી જ ભગવદ ધામને પામી શકાય છે.
જેથી અધિક માસમાં નવધા ભક્તિ કરીને આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ.
તારીખ 16 ઓગસ્ટ સુધી કુમકુમ
મંદિરમાં સત્સંગ સભા યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *