પ્રખ્યાત લેખક અને પત્રકાર તારિક ફતેહનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા. તેમની પુત્રીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તારિકનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. 1987માં તેઓ કેનેડા ગયા. તારિક ફતેહ હંમેશા પોતાને હિન્દુસ્તાની કહેતા હતા અને પાકિસ્તાનને ભારતીય સંસ્કૃતિનો ભાગ માનતા હતા. તેઓ ઈસ્લામિક કટ્ટરવાદ પર પોતાની વાત મુક્તપણે રાખતા હતા.