મહાશિવરાત્રીના અનુસંધાને સાધુ-સંતોની મીટીંગ ભવનાથ ખાતે મળી હતી. જેમાં આ વર્ષે પણ પરંપરાગત રીતે રવેડી યોજવાનો નિર્ણય લેવાયો છે સાથે પ્રસ્તાવ પસાર કરાયો હતો. સ્થાનિક સંતો બગીમાં નહીં બેસે એવું નકકી કરાયું હતું. બેઠકમાં પરંપરાગત રીતે રવેડી નીકળશે તેવો નિર્ણય લેવાયો હતો.
ગત તા. 11 ફેબ્રુઆરીના સંતો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં મેળો સાધુ-સંતો કહે તે મુજબ મેળો યોજવાનું નકકી કરાયું હતું. બગીના માલિકો વિધર્મીઓ હોવાથી બગીઓનો બહિષ્કાર કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. કમંડલ કુંડલ, ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ દરેક સંતો પગે ચાલીને રવેડીમાં જોડાય તેમ જણાવ્યું હતું. ઉપરાંત 38 મુદ્દાઓ મેળાને લગતા તૈયાર કરવામાં આવ્યા હતા.
ગઇકાલે મળેલી સંતોની બેઠકમાં પરંપરાગત રીતે નીકળતી રવેડી નીકળશે. ભવનાથમાં યોજાયેલી મીટીંગમાં બગી ન રાખવાનો નિર્ણય કરાયો હતો. જે બાબતે સંતો મહંતો સાથે ચર્ચા વિચારણા કરાશે તેમ ઇન્દ્રભારતી બાપુને જણાવ્યું હતું. અખાડાના વરિષ્ઠ સંતોની સાથે બેસી ચર્ચા વિચારણા કરાવે.
આ અંગે કમંડલ કુંડના મહંત મહેશગીરીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં અખાડાઓનું પંચ આવશે તેમાં બગી રાખવાનો પ્રસ્તાવ મુકાશે. બગીઓ વિધર્મીઓની હોય તેને લઇને રવેડીમાં પવિત્રતાનો ભંગ થાય છે. તેથી બગીઓ ન રાખવાનો નિર્ણય લીધો છે.
બગી ન જોડવા અંગે અંતિમ નિર્ણય બાકી : છતાં મહંત મહેશગીરી હજુ મકકમ
Suresh vadher