અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હુમલાથી ગુસ્સે અને દુઃખી થયા છે. બાઈડને કહ્યું કે તેણે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતિય અને ઈઝરાયલના PM નેતન્યાહૂ સાથે વાત કરી છે અને હુમલા પાછળની માહિતી એકત્ર કરવા સૂચના આપી છે. વધુમાં કહ્યું કે અમેરિકા સંઘર્ષ દરમિયાન નાગરિકોના જીવનની સુરક્ષા માટે ઊભું છે. આપને જણાવી દઈએ કે હોસ્પિટલમાં થયેલા હુમલામાં 500 લોકો માર્યા ગયા છે.