રાજપીપલા કાછીયાવાડમા ધૂમ મચાવતા બાલિકા ગરબા
સંસ્કાર યુવક મંડળનો અનોખો કોન્સેપ્ટ :
શેરીની બાલિકાઓ શેરીમાં જ ગરબા રમે,બહાર જાય નહીં
અને વહેલા ગરબા રમીને વહેલા સુઈ જવાય
રાજપીપલા, તા 1
રાજપીપલા કાછીયાવાડમા નવરાત્રિ પર્વે ખાસ બાલિકાઓ માટે યોજાતા ગરબામા બાલિકા ગરબા ધૂમ મચાવી રહયા છે.
જેમાં નાની બાલિકાઓ માટે ખાસ બાલિકા ગરબાનુ આયોજન કરે છે.સંસ્કાર યુવક મંડળનો અનોખો કોન્સેપ્ટ એ છે કે શેરીની બાલિકાઓ શેરીમાં જ ગરબા રમે,બહાર જાય નહીંઅને વહેલા ગરબા રમીને વહેલા સુઈ જવાય. હાલ રાજપીપલા કાછીયાવાડમા બાલિકા ગરબાધૂમ મચાવી રહ્યાં છે.
રાજપીપલા કાછીયા વાડ વિસ્તાર મૉટે ભાગે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂતોનો વિસ્તાર ગણાય છે.કાછીયા વાડના યુવાનો દ્વારા રચેલ સંસ્કાર યુવક મંડળ વર્ષોથી નવરાત્રિ પર્વ પોતાની શેરીમા જ ઉજવે છે.
સંસ્કાર યુવક મંડળ ના પ્રમુખ મહેશભાઈ કાછીયા જણાવે છે કે મોટેરા તો મન મૂકીને આ ગરબા ગાઈ લે છે.પણ નાના બાળકો પણ આ ગરબા થી વંચિત ના રહે અને ગુજરાતના ગરબા સંસ્કૃતિ નાનપણ થીજ સમજે અને સ્વતંત્ર રીતે ગરબા રમી શકે અને માતાજીની આરાધના કરી શકે.તે માટે નર્મદાના રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડ વિસ્તારમાં અંબામાતાજી ના મંદિરે બાલિકા ગરબા મોહત્સવનુંસુંદર આયોજન કર્યું છે અહીં 5 વર્ષથી માંડી 15 વર્ષના બાલિકાઓ પોતાની આગવી રીતભાત થી સ્વતંત્ર રીતે ગરબા રમી રહી છે. સાથે દરેક બાલિકાને લહાણી પણ આપવામાં આવતા બાલિકા ઓ પણ હોંશેહોંશે ગરબા ગાઈ છે અને અનેરો આનંદ પણમાણી રહી છે. પોતાના ઘર આંગણે પોતાની દીકરીને ગરબા રમતી જોઈને સંતોષ પણ પામે છે.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા