રાજપીપલા ખાતે શિયાળાની વહેલી સવારે મોર્નિંગ વોકમા નીકળનારા લોકોની સંખ્યામા વધારો
ચાલવાથી થતાં ફાયદા અંગે તબીબનું માર્ગદર્શન
રાજપીપલા, તા 18
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં શિયાળાની મોસમ શરૂ થઈ છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થયો છે. શિયાળો એટલે આરોગ્ય ની ઋતુ કહેવાય ત્યારે
રાજપીપલા ખાતે શિયાળાની વહેલી સવારે લોકો હાલ મોર્નિંગ વોક માટે નીકળતા જોવા મળે છે. ખાસ કરીને રાજપીપલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ના ટ્રેકના મેદાનમાં,
ડિગ્રી કોલેજના મેદાનમા તેમજ કરજણ નદી તરફ
મોટી સંખ્યામાં લોકો ચાલવા નીકળે છે. ખાસ કરીને રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના ટ્રેકમાં લોકો મોર્નિંગ વોકમાં ચાલતા નજ રે પડે છે તો કેટલાક કસરત કરતાં પણ નજરે પડે છે.
આ અંગે ડૉ. જયેશ પટેલ જણાવે છે કે ચાલવાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે લોહીનું પરિભ્રમણ સારુ થવું. હૃદયનું પંપિંગ સારું થવું. કોલસ્ટેરોલઘટે છે.સ્ફૂર્તિ સારી રહે છે ડાયાબિટીસ બીપી જેવી બીમારીઓમાં પણ ઘણો સારો ફાયદો થાય છે.
તબીબો કહે છે કે રોજ 30 થી 45 મિનિટ ચાલવું એ આરોગ્ય માટે ઉત્તમ છે
હાલ રાજપીપળા ખાતે વહેલી સવારમાં મોર્નિંગ વોક કરનારાની સંખ્યા વધી રહી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા