અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્ક જ ‘ઓક્સિજન’ હેઠળ, 10ની હાલત બદતર ઓકિસજન પાર્ક આસપાસના વિસ્તારમાં હવા શુધ્ધ થઈ હોવા અંગે કોઈ સર્વે નથી કરાયો. – સુરેશ વાઢેર.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સમયે સત્તાધારી પક્ષે શહેરીજનોના હેપીનેસ ઈન્ડેકસમાં વધારો થાય એ પ્રકારનુ બજેટ હોવાની જાહેરાત કરી હતી.બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઓકિસજન પાર્ક બદતર હાલતમાં છે.શહેરીજનોને શુધ્ધ હવા મળે એ માટે બનાવવામાં આવેલા ઓકિસજન પાર્કમાં છાણ પડેલુ હોય તો લોકોની હેપીનેસમાં કેવી રીતે વધારો થાય એમ વિપક્ષે મ્યુનિ.બોર્ડ બેઠકમાં રજૂઆત કરી હતી.

ઓકિસજન પાર્કમાં છાણ પડેલુ હોય તો લોકોની હેપીનેસ વધે કેવી રીતે

હવાના પ્રદૂષણમાં થઈ રહેલા સતત વધારાની વચ્ચે અમદાવાદ મ્યુનિ.ની હદમાં 19 ઓકિસજન પાર્ક ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવેલા છે. આવા એક પાર્કની પાછળ રૃપિયા છ લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. શહેરના લોકો સતત પ્રદૂષિત વાતાવરણમાંથી મુકિત મેળવવા આ ઓકિસજન પાર્કની મુલાકાત લેતા હોય છે.પરંતુ ત્યાં પણ બદતર હાલત જોવા મળે છે.
શહેરના તળાવને ઈન્ટર લિંક કરવાની કાર્યવાહી પણ કાગળ ઉપર

મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ ઓકિસજન પાર્કની ખરાબ હાલત અંગે રજૂઆત કરતા કહ્યું,નવા વાડજમાં બનાવવામાં આવેલા ઓકિસજન પાર્કમાં તો છાણના ઢગલા પડેલા હોય છે.સાયન્સ સિટી વિસ્તારમાં બનાવવામાં આવેલો ઓકિસજન પાર્ક મેદાનમાં ફેરવાઈ ગયો છે.ઓકિસજન પાર્ક તૈયાર કરાવવા પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યા   બાદ પણ પ્રદૂષિત હવા જ મળવાની હોય તો એનો શુ અર્થ એવી રજૂઆત કરાતા રિક્રીએશન કમિટિના ચેરમેન વિભાગમાં બચાવનો પ્રયાસ કર્યો હતો. શહેરના તળાવને ઈન્ટર લિંક કરવાની કાર્યવાહી પણ કાગળ ઉપર કરવામાં આવી હોવાનો બેઠકમાં આક્ષેપ કરાયો હતો.

ઓકિસજન પાર્ક આસપાસના વિસ્તારમાં હવા શુધ્ધ થઈ હોવા અંગે કોઈ સર્વે નથી કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી વિવિધ વિસ્તારમાં ઓકિસજન પાર્ક બનાવવા લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.ઓકિસજન પાર્ક જે વિસ્તારમાં બનાવવામાં આવ્યા હોય એની આસપાસ આવેલા વિસ્તારમાં હવા કેટલી શુધ્ધ થઈ અથવા કાર્બન એમીસનમાં કેટલો ઘટાડો થયો એ અંગે ગાર્ડન વિભાગ તરફથી કોઈ સર્વે કરાયો નથી.

10 ઓકિસજન પાર્કની બદતર હાલત

1.નવા વાડજ

2.સુદર્શન એલિગન્સ સામે

3.સાયન્સ સિટી,ટી.પી.212-1

4.ગુલમહોર વિલા,સાયન્સ સિટી

5.ટેલીફોન એકસચેઈન્જ,નારણપુરા

6.પાંચા તળાવ,ઓકિસજનપાર્ક

7.ભાડજ ઓકિસજન પાર્ક

8.યાદુડી,છારોડી ઓકિસજન પાર્ક

9.ચાંદલોડીયા ઓકિસજન પાર્ક

10.સરખેજ ઓકિસજન પાર્ક
Suresh vadher
9712193266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *