શિવતત્વ પર આધારિત ક્રિએટિવ આર્ટ તથા વાસ્તવિક કલાનો અનોખો સંગમ
કલા એ કલાકારની અભિવ્યક્તિ છે. જે આંતરિક સ્ફુરણા પર આધારિત હોય છે. જેના ધ્વારા કલાકાર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે.
ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે કલાકાર વિનય પંડયા તથા સેજલબેનની પોતાની આગવી કલા પર આધારિત સુંદર શો યોજવામાં આવ્યો જેમાં સેજલે પેંટિંગ તથા મ્યૂરલમાં ઘોડો, દીપડો, મોર્ડન આર્ટ રજૂ કર્યું છે તેમજ મેટલમાં શિલ્પો બનાવ્યા છે. જ્યારે વિનય પંડયાએ પોતાની આધ્યાત્મિક જર્નીના પરિણામ સ્વરૂપે સર્જન પામેલા શિવ-શક્તિ તથા પંચતત્વ પર આધારિત શાસ્ત્રોક્ત ચિત્રો દર્શાવ્યા છે. આ પ્રદર્શન ત્રીજી માર્ચ સુધી ૪ થી 8 દરમિયાન જોઈ શકાશે.
સેજલે ૧૯૯૧માં સી. એન. ફાઇન આર્ટ્સમાં કલા અભ્યાસ માટે જોડાયા બાદ સતત કલા સર્જન કરતાં રહ્યા છે. આ અગાઉના તેમના સોલો શોમાં અમદાવાદની ગુફા ખાતે એબસ્ટરેક્ટ ચિત્રો તથા નેચર ઉપર પોતાની આગવી શૈલીમાં ચિત્રો પ્રદર્શિત કર્યા હતા.
વિનય પંડયા શાળા અભ્યાસથી જ ચિત્ર સ્પર્ધાઓમાં પ્રથમ રહ્યા છે. છેલ્લા ૪૧ વરસથી સતત કલાસર્જન કરતાં રહયા છે. ન્યૂજ પેપરમાં ૨૨ વરસ ચિત્રકાર તરીકે સેવા આપેલ છે. ચિત્રકાર તરીકે એવોર્ડ પણ મેળવેલ છે. ફોટો જર્નાલિસ્ટ કર્યા બાદ ક્રિએટિવ ફોટોગ્રાફીના પ્રદર્શન કરેલ છે. લંડન,નેપાળ, સુરત, અમદાવાદ, બરોડા જેવા શહેરોમાં પોતાના સોલો શો તથા ગ્રુપ શો પેંટિંગ તથા ફોટોગ્રાફી ધ્વારા યોજેલ છે