અમદાવાદ
16-17 જૂને ઉત્તર ગુજરાતમાં એલર્ટ
વાવાઝોડા પછી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે
મેઘકહેરની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી
વાવાઝોડા બાદ પણ બિપરજોયની અસરના ભાગરૂપે 16-17 જૂને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે
16 જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે
જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.