એક શખ્સ નકલી પત્રકાર બની કરોડોની ખંડણી માગતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીના ઘરે ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. આ દરોડાના સમાચાર છાપવાની ધમકી આપી વિનય દુબે અને પરિધિ નામની મહિલાએ 3 કરોડની ખંડણી માગી હતી. વિનય દુબે નામનો શખ્સ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેને પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માગતા ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે વિનય દુબે અને પરિધિ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બન્નેએ 3 કરોડની રકમ માંગી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિનય દુબે અને પરિધિ સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીના ઘરે ITની રેડ જે સમાચાર છાપી દેવાની ધમકી આપી હતી. ખાસ વાત છે કે, વિનય દુબે નામનો વ્યક્તિ ઝેડ પ્લસ નામની યુટ્યૂબ ચેનલ ચલાવી રહ્યો છે, અને આની મદદથી તેને ફરિયાદીને બદનામ કરીને મારી નાખવાની પણ ધમકી આપી હતી.