અમદાવાદમાં દોઢ કલાક પોલીસનું મેગા ઓપરેશન ચાલ્યું

અમદાવાદ

અમદાવાદમાં દોઢ કલાક પોલીસનું મેગા ઓપરેશન ચાલ્યું

અમદાવાદ પૂર્વમાં પરોઢિયે 8 PI, 13 PSI સહિત 65 પોલીસકર્મીના ધાડા ઉતર્યા

રથયાત્રા પહેલા 49 તડીપાર-વોન્ટેડને ઝડપ્યા

અમદાવાદ શહેરમાં એવા કુખ્યાત ગુનેગારો છૂપાયેલા હતા કે ગુના કર્યા પછી તેમના વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.

આ ગુનેગારો અલગ અલગ જગ્યાએ છૂપાયેલા હોવાની માહિતી અમદાવાદના ઝોન-5 ડીસીપી બળદેવ દેસાઈને મળી હતી.

તેમણે તાત્કાલિક આખા ઝોનના પોલીસ અધિકારીઓને ભેગા કરીને 8 PI, 13 PSI સહિત 65 પોલીસકર્મીની ટીમ બનાવી હતી.

બાદમાં વહેલા પરોઢિયે ગુનેગારોને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું.

હવે તેમને કોઈ પકડી નહીં શકે તેવા વહેમમાં હતા ત્યારે જ પોલીસે ગુનેગારોને ઝડપી લીધા હતા

. આખા ઝોનમાંથી તડીપાર અને વોન્ટેન્ડ 49થી વધુ ગુનેગારો એક રાતમાં ઝડપાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *