શહીદ દિવસની ઉજવણી
કહો કેમ કરીને કરશું ?
માતૃભૂમિ માટે ખપી ગયા
એને કેમ કરી વિસરશું? …
યાદ આવે છે આપણને
શહીદોના એ બલિદાનો,
ભાઈ ગયા ભરથાર ગયા
ગયા ઘણી માતાના સંતાનો…
સારી લાગે છે સાંભળવી
શહીદો ની સૌને વાતો,
વર્તન એવું કરવા માટે
કોઈ ન સોગંદ ખાતો…
ધન્ય નર ને નાર ધરતી પર
જેના કુળમાં શહીદો પાક્યા,
ધિક્કાર છે એવા નેતાઓ પર
જેણે સન્માન થી વંચિત રાખ્યા…
નેતા બનવું બનવું અભિનેતા
ને કલાકાર બનવાનું સૌ કહેતા,
માં ભોમની રક્ષા કરવા કાજ
વિરલા સદાય આગળ રહેતા…
શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું
દિલડું આજ ખૂબ ખૂબ રડે છે,
સ્વાર્થી લોકો કેમ કરીને
વતન ને બદનામ કરે છે ?…
વતન કાજે અમે કાયમ લડ્યા
અમે દીધા કાયાના બલિદાન,
માન ને સન્માન કદી ન લીધા
તમે શું કામ માંગો છો માન ?…
વીર ભગતસિંહ ને સુખદેવ
વળી રાજગુરુ ની પણ ટેવ,
વતન માટે કંઈ પણ કરશું
જીવતા પાછા નહિ ફરશું…
જીવતા જીવતા દેશ માટે
હસતા હસતા શહીદ થયા,
જે સ્વાર્થ વગર ખપી ગયા
એના નામ આજ અમર થયા…
શબ્દાંજલિ ને વિરાંજલી
પુષ્પાંજલિ અર્પણ કરીએ,
નકુમ નમન કરે શહીદોને
ભાવાંજલિ દિલમાં ધરીએ…
શહીદ દિવસ ની ઉજવણી પ્રસંગે રચના (૨૩/૩/૨૦૨૪)
જીતેન્દ્ર વી.નકુમ અમદાવાદ
નોંધ – આ મૌલિક રચના છે કોઈની કોપી કરેલ નથી.
nrlifecare@gmail.com
www.nrlifecare.com