નર્મદા જિલ્લામાં અમૃત સરોવર તથા
સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામગીરીમાં ભ્રષ્ટાચાર
નર્મદા વન વિભાગ,વોટરશેટ દ્વારા મશીનરીથી કરવામાં
આવેલ વન તલાવડીઓની કામગીરીમાં ખુબજ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા
મુખ્ય સચિવને લેખિત ફરિયાદ
ભ્રષ્ટાચારના વિરોધમાં
ધારણા પર બેસવાની ચીમકી
રાજપીપલા, તા.28
નર્મદા જિલ્લામાં અમૃતસરોવર તથા સુજલામ સુફ્લામ યોજના ૨૦૨૩ માં થયેલ
પર બેસવા બાબત.
રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં જળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી, લોક ભાગીદારીથીગથ ધરી શકાય તેવી કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા
અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને ૪૨૩ તળાવો પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખી તપાસ કરતા માલુમ પડેલ છે કે મનરેગા
યોજનામાં ગ્રામ પંચાયતના નેજા હેઠળ મસ્ટર ભરીને લોક ભાગીદારીથી થયેલી કામગીરી
સિવાયના તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. નર્મદા જિલ્લામાં અમૃત સરોવર તથા
ખુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ,વોટરશેટ દ્વારા મશીનરીથી કરવામાં
આવેલ વન તલાવડીઓની કામગીરીમાં ખુબજ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે.
કેટલાક તળાવમાં પાવડા પણ નથી માર્યા અને કામ પૂર્ણ બતાવી લાખો રૂપિયાના ચુકવણા કરીદેવામાં આવેલ છે. કેટલાક તળાવોના મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજના, આમ બે
યોજનામાં ૫ થી ૭ લાખ સુધી ચુકવણા કરી દેવામાં આવેલ છે. કેટલીક જગ્યા કામગીરી થયેલનથી, છતા પણ વરસાદથી ભરાયેલા તળાવોના ચુકવણા કરી દેવામાં આવેલ છે. દર વખતની
જેમ આ યોજનાઓમાં ઉનાળામાં કોઇપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી વરસાદ
આવવાના સમયે એક-બે દિવસ અધુરી કામગીરી કરી અને કેટલાક તો વગર કામગીરીએ પાણી
ભરાયા બાદ લાખો રૂપિયાના ચુકવણાઓ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે.
નર્મદા જિલ્લામાં અમૃતસરોવર તથા સુજલામ સુફલામ યોજના ૨૦૨૩ માં થયેલ વન
તલાવડીઓ,નવા તળાવ ઊંડા કરવાની કામગીરી અને નાણાના ચુકવણાની વિજિલન્સ ટીમ દ્વારા
તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે
એવી અમારી માંગણી છે. જો આમ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં કલેકટર કચેરીનર્મદા ખાતે અમને લોકો સાથે ધારણા પર બેસવાની ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેવામાંઆવે એવી ધારાસભ્યએ ચીમકી પણ આપતા ચકચાર મચી જ્વા પામી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા