નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 24 સે.મી.નો વધારો થયો
નર્મદા ડેમની જળ સપાટી 129.51 મીટરે નોંધાઈ
હાલ પાણીની આવક 95,727 ક્યુસેક.
છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક – 90,066 ક્યૂસેક
કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 5,497 ક્યુસેક
નર્મદા ડેમ ૭૦ ટકા ભરાયો
ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયાં
રાજપીપલા,તા.28
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 129.51 મીટરે નોંધાયેલી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે 90,066થી વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.હાલ પાણીની આવક – 95,727 ક્યુસેક નોંધાઈ છે.
છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક – 90,066 ક્યૂસેક નોંધાઈ છે.
જેને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે નર્મદા ડેમમાં ૬૭૪૧.૧૬ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ ૭૦ ટકા ભરાયેલો છે. ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી ૫૬૩૨૯ ક્યૂસેક પાણીના ઈનફ્લો સામે95,727 ક્યુસેક.
ક્યૂસેક પાણીનો આઉટફ્લો5,497 થઈ રહ્યોછે.
નર્મદા જિલ્લા કલેકટર તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. તેમજ જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારશ્રીઓ, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને વોર્નિંગ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે વોર્નિંગ મેસેજથી સાવચેત કરવામાં આવ્યાં છે. તેમજ જરૂર જણાયે સ્થળાંતર પ્લાન અધ્યતન રાખવા પણ જણાવ્યું છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા