અમદાવાદ
અમદાવાદ પૂર્વના ઓઢવ રિંગરોડ પર જીવદયા સંસ્થા ના કાર્યકરો પર કસાઈઓએ કયોઁ જીવલેણ હુમલો
ગતરોજ ગુરુવારે રાતે શ્રી ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટ ના સંચાલક ચૈતન્ય બચુભાઈ રાંભિયા તેમના સાથી કાર્યકરો સાથે મળેલ જાણકારીને ધ્યાનમાં લઈને પશુઓ બચાવવાના કોલ માટે જઈ રહ્યા હતા તે સમયે કથિત જીપ ડાલા માં લઈ જવાઈ રહેલા પાડા અને પાડી ઓ પર પડી. તેમને કતલખાને લઈ જાય તે પહેલા જીપડાલા ના ડ્રાઇવરને તે અંગે પુછતા ની સાથે જ જીપચાલક ફરાર થઈ ગયેલ જોકે જીવ બચાવવા ના ઉદ્દેશ્ય થી શહેર પોલીસ કંટ્રોલ માં ચૈતન્યએ ફોન કરી દીધેલ હતો
પોલિસ કાફલો આવે તે પહેલા જ કથિત જીપ ડાલા ના ડાઈઁવર તેના પાંચેક સાગરિતો સાથે આવી ને જીવદયા સંસ્થા ના ચૈતન્ય અને જીવદયા કાયઁકરો પર લાકડી અને પાઈપો લઈ ને તુટી પડ્યા હતા અને તેઓ ને ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયેલા હતા
બન્ને જીવદયા કાયઁકરો ને મોડીરાત સિવિલ માં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યાં ચૈતન્ય રાંભિયા ને માથા માં ટાંકા ઓ લેવાયા હતા તો અન્ય જીવદયા કાયઁકર ને હાથે ફેકચર થતા હાથ માં સળિયો નાંખી ને સારવાર કરી હતી
ઓઢવ પોલિસ એ ફરિયાદ લઈ ને ફરાર કસાઈ ઓને શોધવા ના ચકોઁ ગતિમાન કયાઁ હતા અને આસપાસ ના CCTV કેમેરા ઓ જોઈ ને તે અંગે ની તપાસ વેગવંતી બનાવી હતી