ગર્ભવતી મહિલાઓના થતા મૃત્યુ સામે સાહસિક પગલું

અમદાવાદ
સંજીવ રાજપૂત

ગર્ભવતી મહિલાઓના થતા મૃત્યુ સામે સાહસિક પગલું

મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને ગુજરાત મિલર્સે ભારતમાં કુપોષણ સામેની લડતને મજબૂત બનાવવા ફોર્ટિફાઇડ ઘઉંના લોટના નવા બ્રાન્ડ લોન્ચ કર્યા. ભારતમાં એનિવિયા અને હિડન હંગર સામેના રાષ્ટ્રીય અભિયાનને નવી ગતિ મળી.

ભારતમાં આયર્નની કમીને લીધે ગર્ભવતી મહિલાઓનો મૃત્યુ દર સૌથી વધુ છે જ્યારે કુપોષણને ડામવા પણ સરકાર અનેક રીતે કટિબદ્ધ છે ત્યારે મિલર્સ ફૉર ન્યુટ્રિશન કોઓલિશનના સહકારથી સાત સ્થાનિક લોટ ઉત્પાદકોએ અમદાવાદમાં ફોર્ટિફાઇડ ઘઉંનો લોટ રજૂ કર્યો. જે ભારતમાં કુપોષણ અને એનિવિયા સામેની લડતમાં એક મહત્વપૂર્ણ સાહસિક પગલું છે..આ પ્રસંગે સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ નેતાઓ અને નાગરિક સમાજના સભ્યો , ડૉ. પારુલ કોટદવાલા, સ્ત્રીરોગ અને વંધ્યત્વ નિષ્ણાત, અભિષેક શુક્લા, પ્રોગ્રામ લીડર મનોજીત ઇન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા અને આ વિશે ઉપસ્થિત મહાનુભાવોને જાણકારી પ્રદાન કરી ચર્ચા કરી હતી.

ગુજરાતમાં થયેલી આ જાહેરાત દર્શાવે છે કે મિલરો કેવી રીતે રોજબરોજના આહાર જેમ કે ઘઉંનો લોટ, આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી સમૃદ્ધ બનાવી શકે છે, જેથી જરૂરી પોષક તત્ત્વો વધુ પરિવારો સુધી પહોંચે.

કુપોષણ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની અછત હજુ પણ લાખો ભારતીય સ્ત્રીઓ અને બાળકોને અસર કરે છે જેનો ફોર્ટિફાઇડ ખોરાક એક સરળ પણ શક્તિશાળી ઉપાય છે. રાષ્ટ્રીય સર્વે મુજબ, લગભગ અડધા ભારતીય સ્ત્રીઓ એનિવિયાથી પીડાય છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ ફોર્ટિફાઇડ કરીને, મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને તેના ભાગીદારો પોષણ સીધું જ પરિવારોની થાળીમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.