ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સેમ-૬ ના વિદ્યાર્થી સુરજ શાહે તાજેતરમાં પોરબંદર મુકામે યોજાયેલ સ્પ્રીન્ટ ડીસટન્સ નેશનલ ટ્રાયથલોન-૨૦૨૫ ની સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં ૭૫૦ મિટર દરીયામાં તરવાનું હોય છે, ૨૦ કીલોમીટર સાયકલીંગ કરવાનું હોય છે તથા ૫ કિલોમીટર રનીંગ કરવાનું હોય છે. આ બધીજ પ્રોસેસમાં-ભાગ લઈને સમગ્ર સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સિધ્ધિને બિરદાવતા કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે શુભેચ્છાઓ આપી હતી. કોલેજના વિદ્યાર્થી સુરજ શાહે સ્પોર્ટ્સ સંદર્ભ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ છે જે અભિનંદનીય છે.