નરેન્દ્ર મોદી વિકાસ મિશનનાં નર્મદા જિલ્લાનાં પ્રમુખ તરીકેવરિષ્ઠ પત્રકાર લેખક દીપક જગતાપ ની વરણી

નરેન્દ્ર મોદી વિકાસ મિશનનાં નર્મદા જિલ્લાનાં પ્રમુખ તરીકેવરિષ્ઠ પત્રકાર લેખક દીપક જગતાપ ની વરણી
પ્રદેશ પ્રમુખ પ્રમુખ રામસીભાઈ કરંગીયા અને ઉપપ્રમુખ દાદુભાઈ રૂપાણી ને નિમણુંક પત્ર એનાયત કર્યો.
નર્મદા ભાજપાનાં પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા મહામંત્રી નીલરાવે પણ દીપક જગતાપ ને અભિનંદન આપી શુભકામના પાઠવી.


રાજપીપલા, તા.10

નરેન્દ્ર મોદી વિકાસ મિશન(ચલો ગાંવ કી ઓર )નાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ડૉ. વિનોદકુમાર વિદ્યાર્થીની સહમતીથી અને
નરેન્દ્ર મોદી વિકાસ મિશન
ગુજરાત પ્રદેશનાં પ્રમુખશ્રી રામસીભાઈ કરંગીયા અને ઉપપ્રમુખશ્રી દાદુભાઈ રૂપાણીનાં આદેશથી અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ઘનશ્યામ પટેલ તેમજ જિલ્લા મહામંત્રીશ્રી નીલરાવનાં સૂચનથી
નર્મદાનાં જાણીતા વરિષ્ઠ પત્રકાર, લેખક શ્રી દીપકભાઈ જગતાપની નરેન્દ્ર મોદી વિકાસ મિશનનાં નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવીછે. પ્રસંગે પ્રદેશ પ્રમુખશ્રી રામસીભાઈ કરંગીયા અને
ઉપપ્રમુખશ્રી દાદુભાઈ રૂપાણીએ રાજપીપલાનાં શુભેચ્છા મુલાકાત લઈ નર્મદા જિલ્લા પ્રમુખનાં હોદ્દાનો નિમણુંકપત્ર અર્પણ કરી દીપકભાઈને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખશ્રી રામસીભાઈ કરંગીયાએ જિલ્લા પ્રમુખ દીપક ભાઈ જગતાપને નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કાર્ય પદ્ધતિ સમજાવી ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી સરકારની યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારનાં છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા અને જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એવા પ્રયાસ કરવા માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે દીપકભાઈ જગતાપે સર્વે મહાનુભવોનો આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ઘનશ્યામ પટેલેઅને મહામંત્રી શ્રી નીલરાવનાં આશીર્વાદ અને માર્ગદર્શન મેળવતા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી શ્રી નીલરાવે પણ દીપકભાઈ જગતાપને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.દીપક ભાઈએ સર્વે મહાનુભાવોનો આભાર પ્રગટ કરી લોકલાડીલા વડા પ્રધાન આ. નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશનાં વિકાસસાથે નર્મદા નાં ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાનાં માનવી સુધી પહોંચે અને સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ ને મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *