સહજ ચિત્રોના સર્જક બાળ કલાકાર આગામનું શોલો પ્રદર્શન ‘મનમેળો’

સહજ ચિત્રોના સર્જક બાળ કલાકાર
આગામનું શોલો પ્રદર્શન ‘મનમેળો’
…………………………………..

ચિત્ર સર્જનમાં સહજતાના
ભાવ આવવા તથા કલ્પના
અનુસાર ખુલ્લા બ્રાઇટ રંગો
અને આકારો સુંદરતા પૂર્વક
જોવા મળવા એ માત્ર બાળ
કલાકાર માંજ જોવા મળે અથવા
કલાકાર બાળસહજ હોય તોજ
શક્ય છે. અહિયા દર્શાવેલા ચિત્રો માત્ર ચિત્રોની રજૂઆત નથી પરંતુ આબેહૂબ કલ્પનાઓ ચિત્ર સર્જનમાં ઉપસી આવી છે. જે દરેક વ્યક્તિને સ્પર્શે છે. બાલ કલાકાર આગમ છિકણીવાળા એ વિશ્વમાં જે સુંદરતા નિહાળી અને તેમાં પોતાની બાલ કલ્પનાઓ જોડાઈ તે ખુબજ સુંદરતા તેમજ ખૂબી પૂર્વક આર્ટ પેપર ઉપર રંગો ધ્વારા દર્શાવાઈ છે. તેનો સાક્ષાત્ અનુભવ આપણને આગામના ચિત્રો કરાવે છે. આગમ એક પ્રતિભાશાળી અને કલ્પનાશીલ બાર વર્ષનો છોકરો જે ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા માં તેનું શોલો ચિત્ર પ્રદર્શન “મનમેળો ” પ્રદર્શિત કર્યું છે. યુએસએમાં જન્મેલા અને અમદાવાદમાં મૂળ ધરાવતા, આગમે પોતાની રીતે યુએસએ અને ભારત બંનેનો અનુભવ કર્યો છે. તેમના માર્ગદર્શક તથા કલાગુરુ અર્વા ફાઈન આર્ટ્સના શ્રી સુખલાલ કાંકરિયા સરના સમર્થનથી તેણે વિવિધ રંગો, આકાર અને શૈલીઓ સાથે પ્રયોગ કરીને તેની કલાત્મક કુશળતાને માન આપવા માટે અવિરત પણે કાલા સાધના કરી છે. આકર્ષક લેન્ડસ્કેપ્સથી લઈને વિચિત્ર એલિયન જીવો સુધી, તેના આર્ટ વર્ક અજાયબી અને આનંદની ભાવનાથી ભરેલી છે. આ પ્રદર્શન કલા પ્રત્યેના તેના સમર્પણ નો એક નાનકડો પુરાવો છે. દરેક પેઇન્ટિંગ અહિયા એક અનન્ય વાત રજુ કરે છે અને દર્શકોને કલ્પનાની દુનિયામાં લઈજાય છે.


આ પ્રદર્શનમાં નામી ચિત્રકાર
શ્રી વૃંદાવન સોલંકી, પ્રસિધ્ધ
ચિત્રકાર શ્રી વિનોદ રાવલ, કલાગુરુ સુખલાલ કંકરિયા અર્વા ફાઈન આર્ટ્સ ક્લાસીશ, ચિત્રકાર વિનય પંડ્યા, ચિત્રકાર તથા કાઉનીલર વંદના શાહ હાજર રહ્યા હતા તેમજ દિપ પ્રાગટ્ય કરી બાળ કલાકાર આગમને શુભેચ્છા તથા આશીર્વચન પાઠવ્યા હતા.
– વિનય પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *