પાટણ તા. 22 GCERT- ગાંધીનગર દ્વારા આયોજિત G-20 વસુધૈવ કુટુમ્બકમ થીમને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ તેમજ વિવિધ કૌશલ્યોમાં પ્રેરણા મળી રહે તે માટે કલાઉત્સવ -2023 ની ઉજવણી શેઠ શ્રી બી. ડી.હાઇસ્કૂલ – પાટણ ખાતે આવેલ શ્રી ત્રિભોવન ભાઈ પટેલ સભા ખંડમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે આચાર્ય ડો. બી.આર. દેસાઈ દ્વારા ગાયન, વાદન (સંગીત) ચિત્ર (ચિત્રકલા), કવિતા લેખન (સાહિત્ય) એમ વિવિધ કૌશલ્યોની સ્પર્ધાના નિયમો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ ઉપરોક્ત સ્પર્ધામાં કે. કે. ગલ્સૅ શાળાની વિદ્યાર્થિનીઓએ સંગીત વિભાગની ગાયન કલામાં કુ.રિંકુ હરજીવન ભાઈ પરમાર (પ્રથમ), અને વાદનકલામાં(તૃતીય),સાહિત્ય વિભાગની કવિતા લેખનમા કુ.સ્નેહા જશવંતભાઈ જાદવ (પ્રથમ), ચિત્રકલા માં કુ.અનિતા પટણી ( પ્રથમ ) નંબર મેળવી શાળાને ગૌરવ આપાવ્યું છે.
કલાઉત્સવમાં ભાગ લેનાર તેમજ વિજેતા પામનાર સૌ વિદ્યાર્થિનીઓને શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ સમગ્ર કૃતિ તૈયાર કરાવવામાં શાળાના સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીએ જહેમત ઉઠાવી હતી.