HCના નિર્દેશ બાદ ગુજરાત સરકારે અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ હેઠળ અટકાયતના આદેશ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ગુનાનો ઈતિહાસ નહીં ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો. આ ઉપરાંત જાતીય સતામણીના કેસમાં પણ જો સહમતિથી સંબંધની ઘટના હોય તો પાસાને અવગણવો. સાથે જ કેસમાં સમાધાન થયું હોય કે FIR રદ્દ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ રહેતો નથી.
જાતીય સતામણીના કેસમાં જાહેર કરી નવી ગાઈડલાઈન ગુજરાત સરકારે..
