ગાંધીનગર પાસે આવેલા નભોઈ ગામમાં પ્રાચીન અને પૌરાણિક સુપ્રસિદ્ધ શ્રી હનુમાનદાદા અને મા બહુચરનું ભવ્ય મંદિર આવેલું છે.
માગસર સુદ બીજ એટલે કે માં બહુચરે વલ્લભ ભટ્ટને આપેલ વચન પૂરું કરવા માટે રસ રોટલીની નાત જમાડવા માટે સાક્ષાત પ્રગટ પરચો આપેલો હતો. ત્યારે આજે પણ માગશર સુદ બીજના દિવસે માં બહુચરના પ્રાગટ્ય દિવસની નભોઈ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નભોઈના આ મંદિરમાં લોકવાયકા અને લોક શ્રદ્ધા પુરવાર થઈ છે કે, ભક્તો દ્વારા અનેક માનતાઓ માનવામાં આવે છે અને મા બહુચર તેમજ હનુમાનજીની અસીમ કૃપા થતાં હજારો ભક્તો ફક્ત ગાંધીનગર, અમદાવાદ જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી તેમની માનતાઓ પૂરી કરવા માટે પ્રસિદ્ધ નભોઈ ખાતે આવી અને ધન્યતા અનુભવે છે.
હાલમાં નભોઈના આ મંદિરને જીર્ણોદ્ધાર કરી ખૂબ જ નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જેમાં દરેક ભાવિક ભક્તો યથાશક્તિ ફાળો આપી અને જન્મો જન્મના પુણ્ય પ્રતાપ હોય ત્યારે આવો ઉત્કૃષ્ટ લાભ મળી શકે છે, તો ભક્તોએ ઉદાર હાથે આ પ્રાચીન તેમજ પૌરાણિક મંદિર માટે પોતાનું યોગદાન પણ આપી અને લાભ લઈ શકે છે.
તો આવો આપણે પણ એક ઉમદા કાર્યમાં જોડાઈએ અને સહભાગી થઈ પુણ્યનો ભાથુ બાંધવાનો જે અમૂલ્ય લાભ આપણને મળી રહ્યો છે તેમાં સહભાગી થઈએ. તેવી ભક્તોને એક અપીલ.