ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે એક મહિના નવ દિવસ બાદ હાજર થયા
મારા ઉપર ખોટા કેસો કરવામાં આવ્યાનો આક્ષેપ
ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરંડર કર્યું
હવે હું ડરવાનો નથી મારી લડત ચાલુ રહેશે
સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે
સૌનો આભાર માન્યો
રાજપીપલા, તા.14
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા આજે
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર થયા હતાં.
તેમણે જણાવ્યું હતું કે મારા ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે.હવે હું ડરવાનો નથી મારી લડત ચાલુ રહેશે
સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા આમ પ્રજાની માફી માંગીહતી અને જણાવ્યું હતું કે આજે હું પોલીસ સમક્ષ હાજર થાઉં છું ત્યારે તેમણે કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્ર અપીલ કરી હતી કે
એક મહિના સુધી આપ સૌના સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃતિઓ નથી કરી શક્યો તે બદલ હું આપનું માફી માગું છું.
2022 ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં ચાર રાજકીય પક્ષો હતા તેમ છતાં આટલી નાની વય હોય એમાં મધ્યમ પરિવાર માંથી આવનાર યુવાનને જ્યારે 56 ટકા જેટલા મત મળ્યા અને એક લાખથી પણ વધારે મત આપીને પ્રજાએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસને ડગવા નહીંદઉં.
સમર્થકો સામે ચૈતર વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યોહતો
આજેચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સામે હાજર થયાં ત્યારેસમર્થકો સામે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કેહું ચૈતર વસાવા આજે સામે ચાલીને કરવા આવ્યો છું. હું બધાને કહેવા માગું છું કે હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે લીધો માટે તમામ લોકોને ન્યાય આપવા માટે છેલ્લા છેલ્લા શ્વાસ સુધી લડીશ. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો નો આભાર માનું છું. કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું. જેમણે મને આ કપરા સમયમાં સાત અને સહકાર આપ્યો છે એ સૌનો હું આભાર માનું છું. મને ગુજરાતની અને દેશની ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ન્યાય પ્રણાલી મને ન્યાય આવશે
વધુમાં ડીવાયએસપી જે સરવૈયાએ મીડિયા સમક્ષ ચૈત્ર વસાવા ની ધરપકડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 2/11/23ના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાઅને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આર્મ્સ એક્ટ અને ગેરકાયદેસર મંડળી
અને બળજબરી થી પૈસા પડાવવા બાબતનો ગુનો નોંધવામાં આવેલ. જે અનુસંધાને તેઓ આજ દિન સુધી ધરપકડથી બચતા રહ્યા હતા.અને પોતાનો બચાવ કરતા રહ્યા હતા. અને તેઓ નાસતા ફરતા હતા. તે અનુસંધાને તેઓ આજે હાજર થતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
એમની સાથે એમના સાથી કાર્યકરો પણ આવ્યા છે એમની પૂછપરછ કરીને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવશે. ધરપકડ બાદ ઇન્ટરવેશન અને પોલીસ પ્રોસિજર કરવામાં આવશે. એ પૂર્ણ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવાની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ હાજર થવા આવ્યા છે. એમની ધરપકડને કાર્યવાહી પણ ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.
24 કલાકની પોલીસ કસ્ટડી બાદ રિમાન્ડ અંગેનો નિર્ણય લેવામાં આવશે
આજે જયારે ડેડીયાપાડા ખાતે
ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવા ગયા હતાં ત્યારે હજારોની સંખ્યામાં આપના કાર્યકરો ડેડીયાપાડા ઉમટી પડ્યા હતાં.
ત્યારે સવારથી જ ડેડીયાપાડા પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે આપના કાર્યકરોમાંભારે રોષ જોવા મળ્યો હતો.અને પોલીસ મથકે જતી વખતે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ થયું હતું
આજે ડેડીયાપાડા ખાતે જયારે ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થવા ગયા હતાં ત્યારે આપના નેતા ગોપાલ ઇટાલીયાએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે
ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય ગઈ ચૂંટણીમાં એક લાખ કરતા પણ વધુ મતથી જીતી આવ્યા હતાં. એને કારણે ભાજપ પાર્ટી બોખલાઈ ગઈ છે. ચૈતર વસાવાને બદનામ કરવા ભાજપ પાર્ટીએ તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. જ્યારથી ચૈતર વસાવા ચૂંટાયા છે. ત્યારથી તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લે ચૈતર વસાવાને હેરાન કરવા ચૈતર વસાવા અને તેમના પરિવાર સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. જે એફ આઈ આરમાં તેમના ધર્મપત્નીને પણ ખોટી રીતે જેલમાં પૂરવામાં આવેલ છે. ચૈતરભાઈ નો ગુનો એટલો જ છે કે ભાજપના ધારાસભ્યની જેમ એના ઉપર આંગળી મૂકીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે. સવાલો ઉઠાવે છે. જેના કારણે ભાજપને તકલીફ થઈ હતી.અને આવાજ ઉઠાવવાના કારણે ખોટી ફરિયાદ ચૈતર વસાવા સામે કરી છે. ત્યારે આજરોજ ચૈતર વસાવા સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે. મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈ ને જરૂર ન્યાય મળશે. ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ બોગજ ગામમાં જ એમના ઘરે હતા. ચૈતર વસાવાને ચોક્કસ લોકસભામાં જગ્યા મળવી જોઈએ. ભાજપની આંખમાં આંખ નાખીને સંસદમાં બોલવાનો એમને મોકો મળવો જોઈએ. જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માંગવા માટે જઈશું. ત્યાં પણ જામી નહીં મળે તો એનાથી ઉપર જઈશું. ત્યાં પણ ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય મેળવવા માટે જઈશું. નકલી ટોલનાકા, નકલી દારૂ,નકલી સરકારી કચેરીઓ,નકલી પોલીસબધે
નકલી બજાર ખોલ્યું છે.ભાજપના રાજમાં બધું જ નકલી અને ડ્રગ્સ અસલી મળે છે.આની સામે કામ કરવાને બદલે ચૈતનભાઇ વસાવા સામે સરકાર પાછળ પડી છે.
બીજા બે નેતાઓના રાજીનામાની વાતનું પણ તેમણે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે ખુલાસો કરી દીધો છે. આગળની રણનીતિ હવે અમારી સંઘર્ષ કરવાની
રહેશે. હવે અમે ભાજપના ભાજપના ભ્રષ્ટાચાર, તાનાશાહી સામે સંઘર્ષ કરીશું. ભાજપના રાજના ભ્રષ્ટાચાર કરનારાઓના ખોટા કામો કરનારાને જામીન મળી જાય છે. ચૈતરભાઈએ એવો કોઈ ગંભીર ગુનો કર્યો નથી તો એમને શા માટે જામીન નહીં મળે.? ચૈતર ભાઈએ ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. એમનો એટલો જ ગુનો છે.અને શું એ ગુનામાં એમને જામીન નહીં મળે?એમ જણાવી ભરૂચ લોકસભા ચૈતર ભાઈ ચોક્કસ લડશે એમ જણાવ્યું હતું.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા