*કુમકુમ મંદિર ખાતે ધનુર્માસની ઉજવણી કરવામાં આવશે.*
*તા. ૧૬ ડીસેમ્બરને શુક્રવારથી ધનુર્માસનો પ્રારંભ થશે.*
*(જેથી લગ્ન – મકાનના વાસ્તુઓ – ઉદ્ઘાટનો આદિ શુભ કાર્યો અટકી જશે.)*
તા. ૧૬ ડીસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થશે. આ ધનુર્માસમાં ભગવાનું ધ્યાન – ધૂન – ભજન કીર્તન કરવામાં આવે છે. જેથી દરેક મંદિરો ભક્તિભાવથી ગુંજી ઉઠે છે.જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશીમાં એટલે કે પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે.ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચાંદ્રમાસ માગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થકી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે. તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે. અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. તેથી ધનુર્માસનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ વર્ણવામાં આવેલું છે.
*ધનુર્માસ અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે*, આ ધનુર્માસમાં આલોકની અંદર લગ્નનો વિધિ, મકાન કે ઓફિસોના ઉદ્ઘાટન કે તેના શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો મોટા ભાગે કરવામાં આવતા નથી.તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૂર્વ દિશા સૂર્યની છે.પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે.ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે.તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતા નથી. જે કાર્યો તા. ૧૪ જાન્યુઆરી – ઉત્તરાયણ પછી પ્રારંભ થાય છે. મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુર્માસ દરમ્યાન થયું હતું.જેમાં મહાભયંકર રક્તપાત થયો હતો. તેથી તેને અમાંગલિક માનવામાં આવે છે.
*:- સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનુર્માસ શા માટે ? :-*
*ધનુર્માસ અંગે સ્વામિનારાયણ મંદિર – કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે*,ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ભણવા જાય છે એવી માન્યતાને કારણે ઘણાં મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ સ્લેટ, પેન, ચોપડી, નોટ, લેપટોપ આદિ ભણવાની સામગ્રી મૂકવાની પરંપરા છે. ભગવાન ભણવા જતા હોવાથી ભક્તો પણ આ માસ દરમ્યાન સત્સંગિજીવન, વચનામૃત, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો, મુક્તજીવન સ્વામીબાપાની વાતો આદિ સત્શારત્રોનું પઠન,પાઠન કરીને અભ્યાસ કરે છે. તથા ભગવાન આગળ સગડી મૂકે છે. થાળ ધરાવે છે.અને વ્હેલી સવારથી જ મંગળા આરતી બાદ ધૂન – ભજન કરે છે.
*:- ધનુર્માસ અંગે કુમકુમ મંદિરમાં કાર્યક્રમ :-*
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે ધનુર્માસ દરમ્યાન સવારે પ – ૪પ થી ૭ – ૦૦ સુધી મંગળા આરતી, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન,સત્સંગ સભા યોજાશે.જેમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે.
પાલડી કુમકુમ મંદિર ખાતે સવારે ૭ – ૩૦ થી ૮ – ૩૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, સત્સંગ સભા યોજાશે.જેમાં શ્રી હરીકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮