વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ વલસાડ જિલ્લો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ ડિસેમ્બર
વલસાડના સેગવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી દીપીક્ષાબેન પરિમલભાઈ પટેલે જણાવ્યું કે, મારા અઢી વર્ષના પુત્રની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ અમારા માટે વરદાન સમાન બન્યો છે. મારા બાળકની ૩ સ્ટેજમાં સારવાર થઈ હતી, જેનો ખાનગી હોસ્પિટલમાં અંદાજે ખર્ચ રૂ. દોઢથી બે લાખ થાય તેમ હતો પરંતુ ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના ઉપયોગથી મારા દિકરાનું ઓપરેશન અને સારવાર નિઃશૂલ્ક થતા હું અને મારો પરિવાર કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે. હું આ સંકલ્ય યાત્રાના માધ્યમથી જે લોકો પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તો તેઓને પણ અનુરોધ કરુ છું કે, તમારા ગામમાં રથ આવે ત્યારે આયુષ્યમાન કાર્ડ અવશ્ય કઢાવી લેજો, જે માંદગીના સમયે મદદરૂપ થઈ શકશે.
-૦૦૦-