ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના અમેરીકા સ્થીત વિદ્યાર્થી દ્વારા ચાલતા નિશ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા સતત આઠમાં વર્ષે કોલેજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. એચ.એ.કોલેજમાંથી બી.કોમ થયા બાદ કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લેવા માટે ભારતની કોઈપણ સંસ્થામાં પ્રવેશ લે તે કોર્ષની ફી પૂર્વ વિદ્યાર્થી દ્વારા સતત આઠ વર્ષથી ચૂકવાય છે. અત્યાર સુધી કુલ ૭૮ વિદ્યાર્થીઓને નિશ્વાર્થ ભાવે રૂ. ૭૬,૧૪,૫૧૫ જેટલી માતબર રકમની સહાય આપીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે પૂર્વ વિદ્યાર્થી દ્વારા પોતાની કોલેજનું ઋણ અદા કરવા માટેની ભાવના અકલ્પનીય છે. ન ભૂતો ન ભવિષ્યતી કોઈપણ જાતની અપેક્ષા વગર માત્ર સેવાકીય પ્રવૃત્તિથી પૈસાના અભાવથી ઉચ્ચ શિક્ષણ મેળવી શક્તા નથી તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. નિશ્વાર્થ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સ્નેહલ પરમારે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે તંદુરસ્ત સમાજના નિર્માણ કરવા માટે શિક્ષણ આવશ્યક છે માટે દેશના યુવાનો ઉચ્ચ શિક્ષણ લે તે માટે સામાજીક સંસ્થાઓએ પોતાનો ફાળો આપવો જોઈએ. આજ રોજ યોજાયેલ ચેક વિતરણ કાર્યક્રમમાં ૨૨ વિદ્યાર્થીઓને કુલ ૭,૬૮,૮૦૦/- ના ચેક એનાયત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.પંકજ રાવલે તથા પ્રા. મિનાક્ષી વર્માએ કર્યુ હતુ.