ચૈતરભાઈ વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે: ગોપાલ ઇટાલીયા

ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાથી ચૂંટણી લડશે: ગોપાલ ઇટાલીયાની સત્તાવારજાહેરાત

ડેડીયાપાડાના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મિટિંગમાં લેવાયો મહત્વ પૂર્ણ નિર્ણય બાદ સત્તાવાર જાહેરાત

આગામી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે: ગોપાલ ઇટાલીયા

 

ચૈતરભાઈ વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે: ગોપાલ ઇટાલીયા

રાજપીપલા, તા.12

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાથી ચૂંટણી લડશે એવી સત્તાવાર જાહેરાત ગોપાલ ઇટાલીયાએ કરી છે.
ડેડીયાપાડાના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મિટિંગમાં લેવાયો મહત્વ પૂર્ણ નિર્ણય બાદ સત્તાવાર જાહેરાતકરવામા આવી છે

 

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. માટે આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે.

એટલા માટે આજે ડેડીયાપાડાના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મિટિંગ હતી. અને આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે, આવતીકાલથી જ ભરૂચ લોકસભાના એક એક ગામમાં જઈને ચૈતરભાઈને લોકસભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવામાં લાગી જઈશું. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સૌનું માનવું છે કે, માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાય મળશે તેવી આશાથી બેસી શકાય નહીં, માટે ચૈતરભાઈને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું એવો સંકલ્પ લીધો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *