*તા. ર૧ જુલાઈ રવિવારે કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાશે.*

*તા. ર૧ જુલાઈ રવિવારે કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાશે.*
*ગુરુપૂર્ણિમા એટલે ગુરુએ કરેલા ઉપકારોનું ઋણ અદા કરવાનો અવસર. – સાધુ પ્રેમવત્સલદાસજી*

તા. ર૧ જુલાઈને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મણિનગર અમદાવાદ ખાતે સવારે ૮ – ૦૦ થી ૧ર – ૦૦ સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરવામાં આવશે. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આ પ્રસંગે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીનું સન્માન કરીને તેમને ઈનામ વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે સવારે ૧૦ – ૩૦ થી ૧૧ – ૩૦ જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે વિષય ઉપર શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રવચન આપશે.

*ગુરુનું જીવનમાં શું મહત્વ છે, તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” જ થઈ શકે. આવા “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ”નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા.

“ગુ” કહેતાં અંધકાર અને “રુ” કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે.

જીવનમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે અવશ્ય ગુરુ કરવા જોઈએ.

ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે – ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમીભરી દ્રષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાન અંધકારનો, આસક્તિના ભરમારનો વિનાશ કરનારા અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે. તેથી જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *