મંત્રી જિતિન પ્રસાદ રોડ અકસ્માતમાં ઘાયલ
પીએમ મોદીની કેબિનેટના મંત્રી જીતન પ્રસાદનો અકસ્માત થયો હતો જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. કેન્દ્રીય મંત્રી તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે હતા. માર્ગમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનને કેન્દ્રીય મંત્રી સ્થળ પર છોડી અન્ય વાહનમાં કાર્યક્રમ માટે રવાના થયા હતા. આ ઘટના મજોલા-વિજતી રોડ પર સ્થિત બહરુઆ ગામમાં બની હતી. જિતિન પ્રસાદને માથામાં સામાન્ય ઈજા થઈ છે.