વાર્તાવિશ્વ-કલમનું ફલક’ના સર્જકોના એકી સાથે 16 પુસ્તકોનાં વિમોચનનો અનોખો સુઅવસર

વાર્તાવિશ્વ-કલમનું ફલક’ના સર્જકોના એકી સાથે 16 પુસ્તકોનાં વિમોચનનો અનોખો સુઅવસર


શ્રીમતી દર્શના વ્યાસનો કાવ્યસંગ્રહ ‘હું અને ગુલમોહર’ સહિત એકી સાથે સોળ પુસ્તકોનાં 28 સર્જકોનો અનોખો વાર્તા રસથાળ પીરસાશે

વિમોચનનાં અવસરે જાણીતા સાહિત્યકાર,સારસ્વતોની ખાસ ઉપસ્થિતિ

રાજપીપલા, તા.20

‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ના સર્જકો તેમજ ગુજરાતી બુક ક્લબ અમદાવાદનાં સંયુક્ત
ઉપક્રમે ‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ભાગ ૧ થી ૧૫ સાથે શ્રીમતી દર્શના વ્યાસનો કાવ્યસંગ્રહ ‘હું અને ગુલમોહર’ આમ એકી સાથે સોળ પુસ્તકોનાં વિમોચનનો અનોખો અવસર અમદાવાદના આંગણે 23મી એપ્રિલે યોજાવા જઈ રહ્યો છે.જેમાં નર્મદાને બે વાર્તા કારો દીપક જગતાપ અને ભાવિકા પટેલની વાર્તાઓનો પણ સમાવેશ થાય છે.આ વિમોચનના શુભ અવસરે
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હર્ષદ ત્રિવેદી, તુષાર શુક્લ, શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી,
શ્રીમતી આરતી મુન્શી સહીત જાણીતા સારસ્વતો સાહિત્યકારો ઉપસ્થિત રહેવાના છે.

આ સમગ્ર સુંદર કાર્યક્રમના કર્તાહર્તા અને મુખ્ય આયોજક જાણીતા સાહિત્યકાર શ્રીમતિ દર્શના વિરલ વ્યાસની જહેમત રંગ લાવી છે.16પુસ્તકોના 28જેટલાં સર્જકોને દર્શનાબેન વ્યાસ દ્વારા સોસીયલ મીડિયા પર ચાલતી વાર્તાવિશ્વ-કલમનું ફલક’ ગ્રુપમાં જોડી દેશભરમાથી જુદી જુદી જગ્યાએથી
જોડાયેલા 28
જેટલાં વાર્તાકારોએ લખેલી વાર્તા નો યાદગાર અનોખો વાર્તા સંગ્રહઅને એક કાવ્યસંગ્રહ ને 16 પુસ્તકોમા સમાવીતેને વિમોચન કરવા જઈ રહ્યા છે.સ-રસ વાર્તાઓને ગુજરાત અને દેશવિદેશના લાખો વાંચકો સુધી પહોંચાડવાનો સંપૂર્ણ શ્રેય જાણીતા સાહિત્યકાર અને વાર્તાવિશ્વ-કલમનું ફલક’ના સંયોજક એવા દર્શનાબેન વ્યાસને ફાળે જાય છે. તેમના અંગત રસ અને અથાક સુંદર પ્રયાસોથી ‘વાર્તાવિશ્વ-કલમનું ફલકના તમામ સર્જકો તેમજ
ગુજરાતી બુક ક્લબ અમદાવાદ.સૌજન્ય
ગુજરાતી બુક ક્લબ, અમદાવાદના ઉપક્રમે
જિતેન્દ્ર દેસાઇ મેમોરિયલ હોલ, નવજીવન પ્રેસ, ગૂજરાત વિધાપીઠ પાછળ,આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તા- ૨૩-૦૪-૨૦૨૩ રવિવારની સુપ્રભાતે
સવારે ૧૦ થી ૧ કલાક દરમ્યાન સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહાનુભવો
સાહિત્યકારો,સારસ્વતોનો મેળાવડો જામશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *