સેવન ડોટસ નામે સાત ચિત્રકારોએ ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે વિવિધ કલાનો સુંદર ગ્રુપ શો યોજ્યો.

સેવન ડોટસ નામે સાત ચિત્રકારોએ ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે વિવિધ કલાનો સુંદર ગ્રુપ શો યોજ્યો. જેમાં ધવલ પ્રજાપતિ, અંકિત રાજ, નિધિ પટેલ, શનિ કુંભારાના, કરણ પટેલ, કોમલ ઠાકોર, અમી શાહ એ ભાગ લીધો હતો.

આ પ્રદર્શનમાં ક્રિએટિવ આર્ટ અમદાવાદના કલાત્મક બાંધકામ તથા હેરિટેજ પર રિયાલિસ્તિક આર્ટ, જાડા એક્રેલિક રંગોના સ્ટ્રોક થી ચહેરાઓના ભાવ, પક્ષીઓ પર આધારિત વાસ્તવિક કલા, શહેરના સામાન્ય જીવનને પોતાની કળામાં સુંદરતા પૂર્વક દર્શાવાઈ. સેમીએબસ્ટ્રેકટ માં સુંદર ચિત્રો રજૂ થયા તેમજ પોતાના આંતરિક ભાવને અલગ ક્રીએશન દ્વારા રજૂ કરવામાં આવ્યા. ખુલ્લા ફાસ્ટ રંગોમાં દરેક ચિત્રકારોએ પોતાની આગવી કલા દ્વારા પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાનો સુંદર સફળ પ્રયાસ કર્યો હતો.
આ પ્રદર્શનને પ્રિયા અધવર્યું તથા હિરેન ભટ્ટ એ પોતાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂક્યો હતો. જેમાં સાત પ્રકારની વિવિધ સુંદર કલા જોવા મળી હતી.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો