નર્મદાના ખેડુતોના ઊભા પાકને
બચાવવા સિંચાઇ માટે ૮ને બદલે ૧૦ કલાક વિજળી ની માંગ
નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ઉર્જા મંત્રી
કનુભાઇ દેસાઇને પત્ર લખ્યો
નર્મદામાં વરસાદ ખેંચાતા નદી નાળા ડેમોમાં પાણીની આવક ઘટી
રાજપીપલા, તા31
નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. નદી,નાળા, ડેમો છલકાયા નથી.નર્મદામાં વરસાદ ખેંચાતા નદી નાળા ડેમોમાં પાણીની આવક ઘટી છે.વરસાદ ખેંચાવાને કારણે ખેતીનો ઉભો પાક સુકાવા લાગ્યો છે.જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે તો બીજી તરફ વીજળી પણ વેરણ બની છે. ક્યાંક 8કલાક તો ક્યાંક 8કલાક કરતા પણ ઓછી વીજળી મળતી હોવાથી ખેતરમાં વીજળી વિનાપૂરતું પાણી આપી શકાતું નથી.
ત્યારે એક તરફ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને ખેતી લાયક સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે. તો બીજી તરફ કરજણ કેનાલમાંથીપાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યાં છે. જયારે વીજળી પણ 8કલાક ને બદલે 10કલાક વીજળી મળે તેવી માંગ કરી રહ્યાં છે.
ખેડૂતોની આ માંગને ધ્યાને રાખી નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે ઉર્જા મંત્રી
કનુભાઇ દેસાઇને પત્ર લખી 10કલાકની વીજળી આપવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ વિગત અનુસાર રાજ્યમાં વરસાદ ખેંચાવાનાં કારણે
ખેતીમાં નુકશાન થઇ રહ્યુ છે. તેમજ મુખ્ય પાક કેળ, કપાસ, શેરડી વગેરે વધુ પાણીની જરૂરીયાત ધરાવતા
હોવાના કારણે પાક ને નુકશાન થઇ રહ્યુ છે. જેથી અમારા નર્મદા જિલ્લામાં ખેડુતોના ઊભા પાકનેબચાવવા સિંચાઇ માટે ૮ કલાકના બદલે ૧૦ કલાક વિજળી આપવાની માંગ કરી છે. સરકાર આ માંગ સ્વીકારે એવી લોક માંગ પણ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા