ભરૂચ દૂધધારા ડેરી ની ચૂંટણી જીત્યા પછી આજે ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ પટેલે ધુરા સંભાળી
ઘનશ્યામ પટેલની સતત પાંચમીવાર ચેરમેન તરીકે ચૂંટાયા
વાઈઝ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ અને શ્રીમતી નર્મદાબેન રમેશભાઈ વસાવાની બીનહરીફ વરણી કરાઈ
રાજપીપલા, તા 6
આજે સર્વાનુમતે ઘનશ્યામ પટેલની સતત પાંચમીવાર નિમણૂક કરવામાં આવી હતી. જયારે વાઈઝ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ અને શ્રીમતી નર્મદાબેન રમેશભાઈ વસાવાની બીનહરીફ વરણી કરવામાં આવી હતી.
આજે મોટી સંખ્યામાં સભાસદો, કાર્યકરો ઉપસ્થિત રહી તેમને અભિનંદન, શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ પટેલની પેનલ સામે ધારાસભ્ય અરૂણસિંહ રાણા ની પેનલ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ના અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. પણ ઘનશ્યામ પટેલ સહીત તેમની પેનલના 10ઉમેદવારોની જીત થતા ઘનશ્યામ પટેલે સતત પાંચમી વારદૂધ ધારાડેરી ના સત્તા ના સૂત્રો સાંભળ્યા છે આ લડાઈ માં અરુણ સિંહ રાણા ના ઉમેદવારો મેંન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરતાં તેમના 6 અને બીજા 3 મળી કુલ 9 સભ્યો ને ભાજપાએ સસ્પેન્ડ કરતાં ભાજપ વરસીસ ભાજપા ની લડાઈ માં ઘનશ્યામ પટેલ મેદાન મારી ગયા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા