નર્મદાના વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરાયું

રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે એનએસએસ કેમ્પની પુર્ણાહૂતી નર્મદાના વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિમાં યોજાઈ

નર્મદાના વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરાયું

રાજપીપલા, તા 7

શ્રી રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે સાત દિવસ સુધી સતત ચાલેલા એનએસએસ કેમ્પની
પુર્ણાહૂતી કોલેજ કેમ્પસમાં યોજવામાં આવી હતી. આ આખો કાર્યક્રમ સમાજનો અરીસો જેને કહી શકાય અને ચોથો સ્તંભ એવા વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિ માં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર અને જાણીતા લેખક દિપક જગતાપ અને વરિષ્ઠ પત્રકાર દિપક પટેલ તેમજ તેમજ પ્રવીણ પટવારી તથા ડો. લકીરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત થયા હતા .આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.હિતેશ ગાંધીએ પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોનો પરિચય આપી પુષ્પ ગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું . ત્યારબાદ તેમણે સાત દિવસના એનએસએસ કેમ્પ ના કાર્યક્રમોની વિગત આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પત્રકાર પ્રવીણભાઈ પટવારીએ એનએસએસ ની પ્રવૃત્તિ થી લીડરશીપ ના ગુણો વિદ્યાર્થીઓમાં વિકસે છે અને સેવાની સુંદર કામગીરી કરવાની તક મળે છે એમ જણાવી વિદ્યાર્થીઓને એનએસ એસ માં જોડાવા બડલ અભિનંદન આપ્યા હતા.જ્યારે જાણીતા પત્રકાર અને લેખક અને સાયન્સ ગ્રાફી વિજ્ઞાન માસિક ના તંત્રી દીપક જગતાપે એન એસ એસની પ્રવૃત્તિ શું છે તેનું માર્ગદર્શન આપી એન એસએસ દ્વારા શ્રમ અને સેવાનું મહત્વ સમજાવી પોતાના જ કેમ્પસની સાફ-સફાઈથી માડીને પોતાના નગર,મંદિર ગામના આજુબાજુના વિસ્તારમાં પણ સફાઈ કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરી જીવનમાં સફાઈ નું મહત્વ પણ સમજાવ્યું હતું.અને કેમ્પમાં લીધેલી તાલીમનો ઉપયોગ જીવનમાં પણ ઉતારવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ નું સંચાલન પ્રા. ક્રિષ્ના પટેલે કર્યું હતું

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા