નર્મદામાં” સુપોષણ અભિયાન દ્વારા કુપોષણ નાબૂદીનો સંકલ્પ”
જિલ્લામાં કુપોષિત ૫૭૫ થી વધુ બાળકોને સુપોષિત કરવાના સંકલ્પલેવાયો
ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસના ઉપલક્ષમાં નર્મદા ભાજપા જિલ્લા દ્વારા “સુપોષણ અભિયાન” નો નવા વાઘપુરા PHC ખાતેથી પ્રારંભ
રાજપીપલા, તા 27
ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા “સુપોષણ અભિયાન” નો ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા PHC ખાતે શુભારંભ કરાવ્યો હતો.જેમાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકી નર્મદા જિલ્લા નાં કુપોષિત બાળકોને દત્તક લઈ બાળકો સુપોષિત કરવાનો અનુરોધ કરી સંકલ્પ લેવડાવ્યો હતો.
અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ PHC માં મેડિકલ ટિમ દ્વારા પરીક્ષણ કરીને જરૂરી દવા, પોષણ યુક્ત આહાર, બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સિલિંગ, નિયમિત સમયાંતરે પરીક્ષણ કરીને કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં આવશે. જિલ્લામાં કુપોષિત ૫૭૫ થી વધુ બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અને
નીલ રાવે જણાવ્યું હતું કે આવો આપણે સૌ કુપોષણ સામેની લડાઈ માટે સંકલ્પબદ્ધ થઈએ અને સુપોષિત સમાજનું નિર્માણ કરીએ.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા