ડેડીયાપાડા ખાતે આપના ગઢમાં ભાજપાએ ગાબડું પાડ્યું.ડેડીયાપાડામાં ભાજપાનાં શક્તિ પ્રદર્શન સાથે જંગી રેલી
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ડેડીયાપાડામાં આપનું વર્ચસ્વ તોડવાની ભાજપની રણનીતિ
કેટલાક નેતાઓ અલગતાવાદ ની રાજનીતિ કરે છે.ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે-નીલ રાવ જિલ્લા પ્રમુખ, ભાજપા
આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છે
ધારાસભ્ય છે યુવાન છે મોટી વાતો કરી નિષ્ફળ ગયા છે.-નીલ રાવ
દેડીયાપાડામાં નીલરાવનું નોટબુકથી તુલા કરવામાં આવી
રાજપીપલા તા.26
નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડીયાપાડામાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડીયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રવાહો કર્યા હતા.
મોવડી મંડળે ખાસ યુવા સક્રિય આગેવાન નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપાનાં પ્રમુખ તરીકે વરણી કરી છે ત્યારે તેમનાં માથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી પડકાર સમાન હોવાથી ભાજપાની રણનીતિનાં ભાગ રૂપે ડેડીયાપાડા ગઢમાં ગાબડું પાડવા નીલ રાવની ટીમે પુરી તાકાત સાથે ડેડીયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
એને ધ્યાનમાં લઈ ડેડીયાપાડામાં
ભાજપનો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી. કાઢતા મોટી સંખ્યામાં ભાજપા નાં કાર્યકરો, આગેવાનો આમ જનતા પણ જોડાઈ હતી.જેમાંનવયુવાન નિલ રાવને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર મળ્યો હતો. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝિલ્યું હતું.
નીલ રાવે ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આદિવાસી યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જેને લઈને પણ ભાજપ હવે પ્રયાસ કરી રહ્યું છે કે ભાજપ સિનિયર અને યુવાન નેતાને ભેગા રાખીને બીજેપીના સંગઠનને મજબૂત બનાવવામાં આવે જેથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીતવામાં કોઈ તકલીફ ન પડે. નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ને કહ્યું વાતાવરણ બદલાયું છે. પવન બદલાયો છે.થોડા સરખા રહેજો સાથે સાથે તેમને એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતાવાદ ની રાજનીતિ કરે છે.ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છેધારાસભ્ય છે યુવાન છે મોટી વાતો કરી નિષ્ફળ ગયા છે.નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલરાવ ના આહવાહન ના પગલે નીલરાવનું સન્માન ફૂલોથી નહિ પણ નોટબુકથી થાય છે.અને દેડીયાપાડા માં પણ નીલરાવની નોટબુક થી તુલા કરવામાં આવી હતી.આગામી દિવસોમાં આ નોટબુક જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ ને કામ લાગશે
ડેડીયાપાડામાં રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરો ની અંદર એક નવો જોમ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું છે રેલી જાહેર માર્ગો પર ફરી હતી ત્યારે બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી હતી
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા