ડેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ અરજીમાં પોલીસ દ્વારા ચૈતર વસાવા માટે ઢોંગી શબ્દ વાપરતા આપમાં રોષ
કોર્ટની બહારગોપાલ ઈટાલીયાએ આ ઢોંગી શબ્દ સામે વાંધો ઉઠાવતા રાજકીય ગરમાવો
ચૈતર વસાવા માટે વાપરેલો ઢોંગી ખૂબ જ અપમાનજનક ગણાવ્યો
એક લાખથી વધુ મતોથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસના કહેવા પાછળ કોઈ રાજકીય ઈશારો છુપાયેલો છે..!
આવા નીમ્ના શબ્દો ધારાસભ્ય માટે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન ગોપાલ ઈટાલીયાએ દોર્યું ધ્યાન
સરકારી વકીલે કહ્યું આ શબ્દ બાબતે નામદાર કોર્ટે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
રાજપીપલા,તા 15
આજે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં રજુ કરતા આપના વકીલ અને સરકારી વકીલ દ્વારા સામસામે દલીલો થઈ હતી. જેમાં રિમાન્ડ અરજીમાં પોલીસ દ્વારા ચૈતર વસાવા માટે “ઢોંગી “શબ્દ વાપરતામામલો ગરમાયો હતો. આપે ધારાસભ્ય માટે વપરાયેલા ઢોંગી શબ્દ ને અપમાનજનક ગણાવ્યો હતો. અને આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઈટાલીયાએ કોર્ટની બહાર ઢોંગી શબ્દ સામે વાંધો ઉઠાવતા રાજકીય ગરમાવો આવી ગયો હતો
આજે ડેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ અરજીમાં પોલીસે ચૈત્ર વસાવાને ઢોંગી કહ્યા હોવાની વાત ગોપાલ ઇટાલીયા કોર્ટની બહાર કરી હતી . જેને કારણે આમ આદમી પાર્ટી કાર્યકરોમાં રોષ ફેલાયોહતો.જેને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવો આવીગયો છે.
ચૈતર વસાવા માટે જે પ્રમાણે રિમાન્ડ માટે મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા તેને રાજકીય પ્રેરિત અને રાજકીય ષડયંત્ર યંત્રના ગુનાઓનું પરિણામ હોવાનું જણાવ્યું હતું.
ગોપાલ ઇટાલીયા એ કોર્ટની બહાર આવીને કહ્યું કે પોલીસે જે શબ્દો ચૈતર વસાવા માટે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહૂદા શબ્દો છે.આ અંગે પોલીસે આરોપી એટલે કે ચૈતર વસાવા જે ધારાસભ્ય છેએમના માટે આવા અપમાનજનક શબ્દ બિલકુલ કહી શકાય નહીં .આવી નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે.મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્ય માટે ઢોંગી કહેવાય એ બતાવે છે કે પોલીસના કહેવા પાછળ કોઈ રાજકીય ઈશારો છુપાયેલો છે..
આવા નીમ્ના શબ્દો ધારાસભ્ય માટે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે. કોર્ટે પણ એ બાબતે સંજ્ઞાન લીધું છે. અમે પહેલેથી જ કહેતા આવ્યા છે કે આ આખી ઘટના રાજકીય ઘટના છે.
આ અંગે સરકારી વકીલ મુકેશ ચૌહાણને પ્રશ્ન કરતા તેમણે જવાબ આપ્યો હતો કે ધારાસભ્ય એ બંધારણીય રીતનો હોદ્દો છે. જ્યારે નામદાર કોર્ટ ની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ હોદ્દો ધારણ કરીને આવતા નથી બધા સમાન હોય છે જ્યારે કોઈ આરોપી તરીકે આવે છે ત્યારે એ સમાન જ હોય છે. એટલે આ શબ્દ બાબતે નામદાર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી એમ જણાવ્યું હતું
પણ કોર્ટમાં પોલીસ ની અરજી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા માટે ઢોંગી શબ્દ વપરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાંભારે રોષ ફેલાયો છે. જેને કારણે ફરી એકવાર રાજકીય ગરમાવોઆવી ગયો છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા