આખરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને
સિનિયર સિવિલ જ્જફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ની ચીફ કોર્ટ માં રજુ કરાયા.
ચૈતર વસાવાના 14દિવસ ના રિમાન્ડની માંગણી સામે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં
ચૈતર વસાવા પક્ષે આપના ધારાશાસ્ત્રી ગોપાલ ઇટાલિયા
હાજર થયા જયારે સરકારી વકીલ મુકેશ ચૌહાણ દલીલો કરી
કોર્ટ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજપીપલા, તા 15
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈ કાલે ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યાંથી તેમને રાજપીપલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લવાયા હતાં ત્યાર બાદ આજે રાજપીપલાથી ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેડીયાપાડા કોર્ટમાં રજુ કરાયા હતાં.
આખરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને
સિનિયર સિવિલ જ્જફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ની ચીફ કોર્ટ માં આજે રજુ કરાયા હતાં.
ચૈતર વસાવાના 14દિવસ ના રિમાન્ડની માંગણી સામે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.ચૈતર વસાવા પક્ષે આપના ધારાશાસ્ત્રી ગોપાલ ઇટાલિયા હાજર થયા હતાં.જયારે સરકારી વકીલ મુકેશ ચૌહાણ દલીલો કરી હતી. આજે કોર્ટ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવા સહીત પાંચ આરોપીઓનાં દેડીયાપાડા કોર્ટ માં સુનાવણી દરમ્યાન માં કોર્ટે ચૈતર વસાવા સહીત સોમવાર 18/12/23 તારીખ નાં 12 વાગ્યાં સુધીના રિમાન્ડ મંજૂર કર્યાહતાં
જોકે તપાસ માટે દેડીયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.ધારાસભ્યને કોઈ પણ તકલીફ નાં પડે એવા સૂચન સાથે નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યાં હતાં
કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા ની તરફેણમાં વકીલ તરીકે દલીલ કરી હતી તો સામે સરકારી વકીલ તરીકે મુકેશ ચૌહાણે દલીલો કરી હતી.
સરકારી વકીલ મુકેશ ચૌહાણે જણાવ્યું હતું કે
આજે ધારાસભ્ય ચૈતર વસાવા સહીત બીજા પાંચ આરોપીઓને ડેડીયાપાડા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં.જેમાં પોલીસે 14દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં ધારાસભ્યએ સરકારી અધિકારીને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને એમની હાજરીમાં હથિયાર મંગાવી ફાયરિંગ કર્યાની મુખ્ય દલીલ હતી.જેમાં ફાયરિંગ કરેલ હથિયાર કબજે કરવાનું હોઈ તે બાબતે દલીલ કરી હતી. બીજું 60 હજાર રૂપિયા જે મેળવ્યા હતાં તેમાંથી 30 હજાર રૂપિયા રિકવર કરવાના બાકી હોઈ તે
બાબતે દલીલ કરી હતી.એ ઉપરાંત આ ગુનો નોંધાયા ને એક મહિનો ને 12 દિવસ થયાં હોઈ અને ધારાસભ્ય હાજર થયાં હોઈ એ બાબતે આટલા દિવસ ધારાસભ્ય ક્યાં હતાં એ મુદ્દા ને ધ્યાને લઈ તપાસ માટે
ધારાસભ્ય ચૈતર વસાવાનાં દેડીયાપાડા કોર્ટ માં સુનાવણી માં 18/12/23 તારીખ નાં 12 વાગ્યાં સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા