વાઘાવાડી ચા રાજા
આયોજન
ભાવનગર ખાતે સહેર ના હાર્દ સમાન વાઘાવાડી રોડ ઉપર આ વખતે કેસરી મિત્ર મંડળ દ્વારા વાઘાવાડી ચા રાજા નામે મહારાષ્ટ્ર ના પુને આવેલા શ્રીમંત દગડુ શેઠ ગણપતિ જી ના આબેહૂબ મૂર્તિ ની પ્રતિષ્ઠા કરવા માં આવી.જેની ઉંચાઈ 06:30 ફૂટ કરતા પણ વધારે છે.જે કાર્યક્રમ માં રોજ ના 5 હજાર કરતા પણ વધારે લોકો ભાગ લે છે . શ્રીમંત દગડુ શેઠ ગણપતિજી ની મૂર્તિ લાવી આવું ભવ્ય ગણેશોત્સવ પૂરા ગુજરાત માં પ્રથમ વખત થઈ રયું છે. જેના પંડાલ માં પ્રવેસતા રોડ ને સનાતન સ્વરાજ્ય માર્ગ નામ આપવામાં આવ્યું છે. અને તેમના કાર્યાલય ને વીર સાવરકર કક્ષ નામ આપવા માં અવિયું છે. આમ કેસરી મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ સાથે દેશ ભક્તિ ની પણ ભાવના લોકો માં જોડાય તેવું ખાસ ધ્યાન રાખવા માં આવ્યું છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસ થી 10 દિવસ સુધી પતંજલિ યોગ પરિવાર દ્વારા રોજ સવારે 06:30 કલાકે નિશુલ્ક યોગ કરાવા માં આવસે.
વ્યવસ્થા
નોંધનીય છે કે કેસરી મિત્ર મંડળ ના ભાવિકભાઈ મણિયાર દ્વારા દર વર્ષે ખૂબ સંસ્કૃતિ કાર્યક્રમો યોજવા માં આવે છે અને તેમના દ્વારા આયોજન કરવા માં આવ તા દરેક કાર્યક્રમો સાર્વજનિક હોય કોઈ પણ જાત ના ભેદભાવ વગર ભાવનગર ની દરેક જનતા ખૂબ હર્ષલ્લાસપૂર્વક લાભ ઉઠાવતા હોય છે. તેમના દ્વારા દર વર્ષે જન્માષ્ઠમી,મટકી ફોડ , ગણેશોત્સવ, રાસગરબા નું આયોજન ઉતરોતર કરવા માં આવે છે . નોંધનીય છે કે માત્ર ભાવનગર નહિ પણ તેમના દરેક કાર્યક્રમો માં પૂરા ગુજરાત માંથી અને ભારત બહાર થી પણ સહેલાણીઓ ખાસ લાભ લેવા આવે છે. જે હિન્દુ સમાજ માટે ખૂબ જ ગર્વ ની વાત કહી સકાય.
આ ગણેશોત્સવ માં પ્રતિદિન નિરંતર વિવિધ કાર્યક્રમો યોજવા માં આવા ના છે. જે નીચે મુજબ છે.
૨૦/૯ બુધવારે
અગ્રણી ઉદ્યોગપતિ, વેપારીઓ મિત્રો અને પરિવારજનો દ્વારા આરતી
૨૧/૯ ગુરુવારે
PNR, હોબી સેન્ટર, મંત્રલય, જુગલભાઈ, રંગરસીયા દ્વારા આરતી
૨૨/૯ સુક્રવરે
હિંદુ યુવા સંગઠન, રાજહંસ, કામધેનુ, સ્નેહા ફાઉન્ડેશન દ્વારા આરતી
૨૩/૯ સનીવારે
છપ્પન ભોગ મહા મનોરથ (રાજમાતા જીજાઉ દિવસ) સંપૂર્ણ દિન કાર્યક્રમના મુખ્ય વ્યવસ્થાપક બહેનો રહેશે
હિરા કાકા પરિવાર, મીડિયાના ભાઈઓ સહ પરિવાર, નંદાલય હવેલી ના પુ.પા.ગોસ્વામી શ્રી દ્વારા આરતી
૨૪/૯ રવિવારે
મહાઆરતી સંતો મહંતો દ્વારા આરતી
૨૫/૯ સોમવારે
સત્યનારાયણ કથા
૨૬/૯ મંગળવારે
રોટરી ક્લબ, માળી મંડળ દ્વારા આરતી
૨૭/૯ બુધવારે
મૌઢ પરિવાર, બ્રહ્મસમાજ, પતંજલિ પરિવાર દ્વારા આરતી
૨૮/૯ ગુરુવારે
લાડુ હોમ કરી વિસર્જન યાત્રા