અરે અરે, CCTV નું DVR તો રહેવા દો..

મેઘરજ શહેરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, લોકોમાં ફફડાટ 🛑

મેઘરજ તાલુકામાં તસ્કરો બેફામ બની ગયા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મેઘરજ શહેરના મુખ્ય માર્ગ પર આવેલી જાણીતી રાજલક્ષ્મી જ્વેલર્સની દુકાનમાં તસ્કરે નકુચા કટરથી દુકાનના શટર કાપીને પ્રવેશ કર્યો હતો.

ચોરે દુકાનમાંથી 1200 ગ્રામ ચાંદીની ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે. સાથે જ ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવા છતાં ચોરે સીસીટીવીનું ડીવીઆર પણ ઉચકી લીધું હતું.

શહેરના મુખ્ય માર્ગ પર ચોરીની ઘટના બનતા વેપારીઓ સહિત લોકોમાં ભારે ચકચાર ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસે તરત જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

🔴 વધુમાં જાણવા મળ્યું છે કે નગરના ગ્રામપંચાયતના CCTV કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

હવે પ્રશ્ન એ છે કે –
👉 શું મેઘરજ પોલીસ આ ચોરીના બનાવનો ત્વરિત ભેદ ઉકેલી તસ્કરને પકડી શકશે કે પછી શહેરમાં ચોરીના બનાવો આ જ રીતે ચાલુ રહેશે?