પાણીના વહેણમાં ફસાયેલ ત્રણ બાળકોની વ્હારે આવી ભચાઉ પોલીસ
હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે રાપર અને ભચાઉમાં તોફાની પવન સાથે અતિભારે વરસાદ વરસ્યો હતો.
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાહેબની સૂચનાથી ભચાઉ તાલુકાના નાની જુની ચીરઇ નજીક પાણીના વહેણમાં ફસાયેલા પરિવારે સાથે નાના બાળકોની વ્હારે ભચાઉ પોલીસ આવી હતી. જુની ચિરઇ નજીક પાણીના વહેણમાં બ્રેજા કાર ફસાઈ હતી.ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજા સાહેબની હાજરીમાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મેહુલસિંહ ચૌહાણ સાથે નરેન્દ્રસિંહ, મયુરસિંહ સહીત પોલીસ જવાનોએ નાના બાળકોને ખભે ઉચકીને પાણીના વહેણમાંથી નાના બાળકોનો જીવ બચાવ્યો હતો.