કુમકુમ આનંદધામ ખાતે બુધવારે ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.
તારીખ 18 સપ્ટેમ્બર બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -આનંદધામ હિરાપુર ખાતે પૂર્ણિમાની ઉજવણી સાંજે 5 – 00 થી 8 – 00 કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ, ધૂન, ભજન – કીર્તન કરવામાં આવશે.
આ પણ વાંચો: *જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે શ્રી યંત્રની સ્તુતિનું વિમોચન કરાયુ*
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલ દાસજી સ્વામી જીવનનો ધ્યેય શું રાખવો જોઈએ ? એ વિષય ઉપર પ્રવચન આપશે.
સત્સંગ સભાના અંતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ રૂપ છત્રી સ્થાન ઉપર સમૂહ આરતી કરવામાં આવશે.