શ્રી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનાર પર કડક પગલાં લેવામાં આવે : શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્રારા આવેદન. – રમેશ ગોસ્વામી. “સારથિ”
ભુજ:- થળી જાગીરના મહંત શ્રી જગદીશપુરી બાપુના અકાળે અવસાન બાદ મૃત્યુને લઈને અનેક સવાલો ખડા થયા છે ત્યારે ગાદી પર અન્ય કોઈને બેસાડવાની કોશિશ કરવામાં આવતાં દશનામ ગોસ્વામી સમાજ આગળ આવ્યો હતો, દરમિયાન બળદેવ નાથ ગુરુ વસંતનાથ દેવ દરબારની જગ્યા કાંકરેજ દ્વારા સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ પર અશોભનીય ભાષાનો પ્રયોગ કરતાં દશનામીઓ ઉકળી ઉઠ્યા હતા તથા રાજ્યભરમાં ઠેરઠેર આવેદન અપાયું હતું અને અપમાન કરનારને કડક સજા થાય એવી માંગ ઉઠી હતી.
થળી જાગીરના મહંત શ્રી જગદીશપુરી બાપુનાં સંદિગ્ધ મૃત્યુને લઈને ઘેરા પડઘા પડયા છે. અચાનક મૃત્યુ થયું એ વિષે ચર્ચાએ જોર પકડયું હતું. તિજોરીમાંથી મોટી રકમની ઉચાપતની પણ વાત થઈ રહી છે. ગાદીપતિ તરીકે પરંપરા મુજબ દશનામી જ હોય, પરંતુ અત્રે અન્ય સમાજના લોકો ધાકધમકી અને પોતાની વગ વાપરીને જાગીર પચાવી પાડવા બીજા વ્યક્તિને ગાદી પર બેસાડવામાં આવી રહ્યા હોવાની વાત સામે આવી હતી. આ બાબતે બળવંતનાથ દ્વારા હિન ભાષાનો પ્રયોગ કરતાં દશનામ ગોસ્વામી સમાજમાં રોષ ફેલાયો હતો. આ બાબતે શ્રી અખિલ કચ્છ દશનામ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એમાં જણાવવામાં આવ્યું છે કે અશોભનીય ભાષાનો પ્રયોગ કરનાર બળવંતનાથને કડક સજા કરવામાં આવે. કલેકટર અંજાર તાલુકા શ્રીને આવેદન અપાયું હતું. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીને પણ આવેદનની નકલ મોકલવામાં આવી હતી. શ્રી અખિલ કચ્છ દશનામ સમાજ, શ્રી અખિલ કચ્છ દશનામ યુવક મંડળ, શ્રી મહા ગુજરાત દશનામ મહા મંડળ- કચ્છ પ્રદેશના આગેવાનો. ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી અમૃતગિરિ ગોસ્વામી, મહામંત્રી શ્રી ત્રંબકપુરી ગોસ્વામી, આશિષ ગોસ્વામી, મીનાબેન ગોસ્વામી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા કડક કાર્યવાહીની માંગ કરી હતી.